Book Title: Tithi Prashne Saral Samaj Author(s): Divyakirtivijay Publisher: Kiran B Shah MumbaiPage 32
________________ ભીંતીયાં પંચાંગ અંગે સંવત ૧૯૫૨ પૂર્વે સંવત્સરી અંગે કોઇ ગરબડ હતી નહિ. તે સમયમાં સાધુઓ બહુ અલ્પ હતા અને યતિઓ વધુ હતા. તેઓને શાસ્ત્રોનું કોઇ વિશેષ જ્ઞાન હતુ નહિ અને મોટા ભાગનો શ્રાવક વર્ગ યતિઓના પ્રભાવતળે હતો, એટલે અન્ય પર્વતિથિ અંગે ગેરસમજ પ્રવર્તતી હતી. ભીંતીયા પંચાંગમાં પણ તેવી ગરબડો ચાલી છે. ભીંતીય પંચાંગ સર્વપ્રથમ જૈન ધર્મપ્રસારક સભાએ વિ.સં. ૧૯૪૨થી શરૂ કરેલ. એના પ્રણેતા હતા ભાવનગરના કુંવરજી આણંદજી, તેઓ ગામડામાં રહેતા જૈનોને દૃષ્ટિ સામે રાખી આ પંચાંગ તૈયાર કરતા હતા. જેથી એમને કોઇ તિથિની આરાધનામાં ગરબડ ન થાય. ગામડાવાળાની સરળતા ખાતર ભીંતીયા પંચાંગમાં બે આઠમ વગેરે આવે ત્યારે તેને બદલે બે સાતમ અને આઠમ વગેરેનો ક્ષય પ્રસંગે સાતમ વગેરેનો ક્ષય છપાવવાની ખોટી પદ્ધતિ શરૂ કરી. એટલે તે ખોટી રૂઢિ પકડાઇ ગઇ. અને ચાલી પડી. વર્ષો બાદ આનાથી ઊભી થતી અવ્યવસ્થા માટે શ્રી કુંવરજી ભાઇનું જ ધ્યાન ખેંચાયું અને તેમણે તે માટે યોગ્ય વિચારણા કરી આ ક્ષતિ દૂર કરવા જૈન ધર્મપ્રકાશમાં સંઘનાયકોનું ધ્યાન પણ દોર્યુ. કમનસીબે કોઇએ આ બાબતમાં ધ્યાન આપ્યું નહિ. તેથી તે ગરબડ ચાલી, સુધરી શકી નહિ. તેમ છતાં તે હકીક્ત શ્રી કુંવરજી આણંદજીએ સંવત્ ૧૯૮૪માં જણાવવી પડી છે કે - “જોધપુરી પંચાંગમાં ચૈત્ર સુદ-૧૩ એક જ છે, પણ સુદિ ચૌદશ બે, એટલે બે પાલી ન શકાય માટે પહેલી ચૌદશને બીજી તેરસનું કૃત્રિમ નામ આપવામાં આવેલ છે’ Jain Education International 26 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48