________________
ભૂલ છે એમ માની પણ લે, પરંતુ વાસ્તવિકતા એ છેકે તેમણે ચાલી આવતી માન્યતાને અનુસરવાનું ચાલુ રાખ્યું છે. જ્યારે બીજ પોતાની માન્યતાથી ખસી ગયા છે. ચાલી આવતી ઉદયાત્ ચોથની સંવત્સરીને ફેંકી દેનારાઓએ આ ભૂલ કરી છે અને સકલ શ્રી સંઘમાં એ સમયના ઐકયને તેમણે તોડ્યું છે.
એક્તાના નામે જ ઐક્યને તોડવાનું કાર્ય એક્તાના નામે જ ઐક્યને તોડવાનું કાર્ય સંવત ૨૦૪૪ના કહેવાતા સીમિત શ્રમણ સંમેલન વખતે ફરી એકવાર કરવામાં આવ્યું છે. અન્ય અશાસ્ત્રીય ઠરાવોની સાથે પર્વતિથિઓ સંબંધી ચાલી પડેલી ગરબડને “સંઘ એક્તાના રૂપાળા નામતળે ફરીવાર બળ પુરુ પાડવામાં આવ્યું છે.
સંવત ર૦૪૪ના તે શ્રમણ સંમેલનના અશાસ્ત્રીય ઠરાવોને કારણે અનેક સમુદાયોમાં ટૂકડા થયા છે. આ વાત શ્રમણ સંમેલનના અધ્યક્ષ ખૂદ પૂ.આ.શ્રી રામસૂરીશ્વરજી મ. (ડહેલાવાળા)એ પોતાના હૃદય દ્રાવક પત્રમાં જણાવી છે. (જુઓ પરિશિષ્ટ - ૩) (એ પત્ર બહાર પાડનાર પૂ.આ.શ્રી નરેન્દ્રસાગર સૂરિ છે.) તેમ છતાં તેને સંઘની એકતા કહેવી એ શું ભયંકર જૂઠાણું નથી ? તે શ્રમણ સંમેલનના ઠરાવોની અશાસ્ત્રીયતા વિષે જિજ્ઞાસુઓએ સંમેલનની ભીતરમાં “ર૦૪૪ના સંમેલનના અશાસ્ત્રીય ઠરાવોની સમીક્ષા' વગેરે પુસ્તકોમાંથી જાણી લેવી.
25
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org