________________
માન્ય કરતા નથી અને તેવી પરંપરા પ્રવર્તી હોય તો તે સુવિહિત લેખાતી નથી. જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરતા હતા (જુઓ પૃ. ૧૦) તો પછી તેમનાજ પ્રશિષ્યએ ‘પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય એવી પરંપરા શા માટે પ્રવર્તાવે ? તેઓની માન્યતાના સમર્થનમાં જે શ્રી દેવસૂરિ મહારાજના પટ્ટકના નામે જે પાના રજૂકરવામાં આવ્યા હતા તેમાં શ્રી દેવસૂરિ મહારાજનો નામોલ્લેખ પણ નથી. તેને લવાદે અપ્રમાણભૂત કહ્યો છે. ઇત્યાદિ અનેક બાબતોથી ‘પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય' આવી કોઇ પ્રાચીન પરંપરા છે તેવું સિદ્ધ થઇ શકતું નથી.
તેમ છતાં યેન કેન પ્રકારેણ પોતાની ખોટી વાતને સાચી સિદ્ધ કરવા ‘શ્રી દેવસૂર ગચ્છ’ અને ‘શ્રી દેવસૂરિ મ. ની પરંપરા’ નું અસત્ય માત્ર બહુમતિના જોરે પ્રચારાઇ રહ્યું છે. આ બાબતમાં સંઘોના દરેક આગવાનોએ જાગૃત બની સત્ય સમજવાની જરૂર છે.
તિથિપ્રશ્ને મૂળમાર્ગનો જિર્ણોદ્ધાર
આ રીતે પર્વતિથિઓની ગરબડ સુધારવા માટે મુખ્યપણે પૂજય બાપજી મહારાજ તેમજ સ્વ-પર સમુદાયના પૂ.આ.ભ.શ્રી લબ્ધિ સૂરિજીમ., પૂ.આ.ભ.શ્રી દાનસૂરિજી મ., પૂ.આ.ભ.શ્રી પ્રેમસૂરિજી મ., પૂ.આ.ભ.શ્રી ભક્તિ સૂરિજી મ., પૂ.આ.ભ. શ્રી ભદ્રસૂરિજી મ., પૂ. આ.ભ.શ્રી કનકસૂરિજી પૂ.આ.ભ.શ્રીશાંતિચંદ્રસૂરિજી મ., પૂ. આ.ભ.શ્રી કર્પૂરસૂરિજી મ.
H.,
Jain Education International
23
For Private & Personal Use Only
www.jainelibrary.org