________________
અસત્ય પ્રસ્થાપિત કર્યું. તેમજ પૂર્વે પોતે શ્રી સિદ્ધચક પત્રમાં કરેલા કપૂ. શ્લોક વગેરેના શાસ્ત્રપાઠોના અર્થને ફેરવ્યા. નવી માન્યતાને પુષ્ટ કરવા અને આગળ વધારવા તેને અનુરૂપ સઘળા શાસ્ત્રપાઠોને ઘટાવીને (જુઓ પૃ.૮-૯) પોતાનો પક્ષ સ્થાપિત ક્ય. બંને પક્ષે એકબીજાના ખંડનમંડન પછી લવાદી ચર્ચાનો ચૂકાદો વાસ્તવિક્તાની તરફેણમાં આવ્યો. જે શ્રી સાગરજી મહારાજ તરફથી લવાન્ને ફોડી નાખવામાં આવ્યો છે એવા આક્ષેપપૂર્વક અમાન્ય કરવામાં આવ્યો. તેની સામે શેઠ શ્રી કસ્તુરભાઇએ પણ
“મતાગ્રહ બંધાતા વિદ્વાન આચાર્ય પોતાની લેખિત કબુલાત ના કબૂલ કરે છે અને એક સજ્જન અને વિદ્વાન પંચ સામે ગમે તેવો પ્રચાર આચરે છે તે યોગ્ય નથી' – આવું નિવેદન કરેલ.
એ ચૂકાદો (અહં તિથિ ભાસ્કર) જૈન દષ્ટિએ તિથિદિન અને પરાધન' પ્રકાશક જિનવાણી પ્રચારક ટ્રસ્ટ, પુસ્તક જોઈ ઇતિહાસ અને શાસ્ત્રીય સત્યને જિજ્ઞાસુઓ સમજી શકે છે.
શ્રી દેવસૂરિ મ. ની પરંપરા વિષે પૂ. આચાર્ય શ્રી દેવસૂરિ મહારાજના નામે તેઓ જે પરંપરા માને છે તે અસત્ય છે તે પુરવાર થઈ ચૂક્યું છે. વળી બીજી રીતે વિચારીએ તો પૂજ્ય આચાર્યશ્રી દેવસૂરિ મહારાજ શાસ્ત્રવચન સાથે વિરોધ આવે તેવી પરંપરા પ્રવર્તાવે ખરા ? જૈન શાસનમાં કોઈપણ નવી પરંપરા તેવા કારણસર ગીતાર્થો ભેગા મળી કરે તેમાં શાસ્ત્રનો વિરોધ હોતો નથી. શાસ્ત્રનો વિરોધ આવે એવી પરંપરા ગીતાર્થો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org