Book Title: Tithi Prashne Saral Samaj Author(s): Divyakirtivijay Publisher: Kiran B Shah MumbaiPage 27
________________ આમ જોવા, જાવ તો જે ૧૯૯ર માં પણ પૂર્વની જેમ સાચી ચોથ જળવાઈ ગઈ હોત તો અન્યપર્વતિથિ અંગેની ભૂલભાલો સુધરી હોત કે કેમ તે પ્રશ્ન છે. એક દષ્ટિએ સારું થયું કે યતિઓના કાળથી ચાલી આવતી તિથિની ગરબડ સંપૂર્ણ પણે સુધરી ગઇ. વિ.સં. ૧૯૯૮ માં પાલીતાણામાં પૂ.પાદ આ.દેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. પૂ.સાગરજી મ. ને મળ્યા ત્યારે તેમને વિનંતિ કરી કે “સાહેબ આ બધી ચર્ચા છોડી દઈએ અને સીધો રસ્તો લઈએ. આપનાજ સં. ૧૯૯૧-૯ર ના શ્રી સિદ્ધચક્ર પત્રના તિથિ અંગેનાં લખાણો એક કાગળ ઉપર નોંધી, નીચે આપની અને મારી સહીથી શ્રી સંઘમાં જાહેરાત કરી દઈએ કે “સૌએ આ પ્રમાણે વર્તવાનું છે” એટલે બધા વિવાદનો અંત આવી જાય” પણ તે વાત પણ ન સ્વીકારી. તિથિપ્રન્ને સમાધાનના પ્રયત્નો તે પછી વિ.સં. ૧૯૯૯માં બે પક્ષના સમાધાન માટે તે સમયના પેઢીના પ્રમુખ શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈની દરમિયાનગિરિથી લવાદી ચર્ચા નીમવામાં આવી. શ્રી સાગરજી મહારાજે પોતાના મંડનમાં શ્રી તપગચ્છને દેવસુરગચ્છ તરીકે ઓળખાવવાનો પ્રયત્ન કર્યો, જે તે નામે પ્રચલિત બન્યો નથી. - “પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય' આવી શ્રી દેવસૂરિ મહારાજની પ્રાચીન પરંપરા હતી અને તે લગભગ ૩૦૦ વર્ષ સુધી અખંડ ચાલી અને ૧૯૯૨માં સ્વલ્ય વર્ગ જુદો પડ્યો – આવું હળહળતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48