Book Title: Tithi Prashne Saral Samaj
Author(s): Divyakirtivijay
Publisher: Kiran B Shah Mumbai

View full book text
Previous | Next

Page 25
________________ પૂ. બાપજી મ.નો પ્રશ્નોત્તર પ્રશ્ન:- બે પુનમ સંબંધી આપની માન્યતા શી છે ? ઉત્તર :- ચતુર્દશી છતી વિરાધીને (પહેલી) પુનમને ચતુર્દશી કરવી એ મહાપાપ છે. માતાને ધાવવાથી બાળકની પુષ્ટિ થાય, મરેલી માતાને ધાવવાથી પુષ્ટિ થાય નહિ. પુનમની ચોમાસી વગેરે કરાય નહિ. પ્રશ્ન:- આપે અત્યાર સુધી પહેલાં તેમ કરેલ તેનું શું? ઉત્તર:- જુઓ લુમ્ન ખાય તે ચોપડ્યાની આશાએ. આ વાત એવી હતી કે બધા સમજીને સાચુ કરે તો સારું. પણ તેવો કોઇ અવસર આવ્યો નહિ. વખતે વખતે મેં મારાથી બનતા પ્રયત્નોક્ય. પણ છેવટે જ્યારે જોયું કે આ બધાની વાટ જોતાં આખુંય જશે. ત્યારે અમે જે પહેલેથી સાચું માનતા હતા તે મુજબ આચરવા માંડ્યું. પ્રશ્ન:- આપે પરંપરા લોપી કહેવાય? ઉત્તર:- પરંપરા શાની લોપી કહેવાય ? આ પરંપરા કહેવાતી હશે ? શાસ્ત્રની આજ્ઞાની વિરાધના થાય એવી પરંપરા હોય જનહિ. પૂ.આ.ભ. શ્રી દાનસૂરિ મહારાજ પણ કહેતા હતા કે “પુનમ અમાસની ક્ષય વૃદ્ધિને અંગે ખોટુ ચાલી પડ્યું છે. સારું છે કે-સંવત્સરી જળવાઈ રહી છે.” આરીતે અનેક મહાપુરુષોએ યતિઓના કાળમાં ચાલી પડેલી ખોટી પરંપરા સામે અવાજ ઉઠાવેલોછે અને સાચા માર્ગને જીવંત રાખ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48