________________
પ્રમાણો (જુઓ પૃ.૧૦ થી ૧ર) મળેછે.
સંવેગી શાખામાં મહાપુરુષોએ મૂળ શાસ્ત્રીય માર્ગને જીવંત રાખ્યો છે અને અશાસ્ત્રીય માર્ગ સામે અવાજ ઉઠાવ્યો છે. - ૧૦૮ વર્ષ પૂર્વે સંવેગી શાખામાં થયેલા પૂ. આત્મારામજી મહારાજે ૧૯૫ર ની સાલમાં ભાદરવા સુ. પ નો ક્ષય હતો તે સમયે પણ ઉદયાત્ ચોથની સંવત્સરી કરવાનું માર્ગદર્શન આપેલ છે. તે પછી પૂ. બાપજી મહારાજ (પૂ. આ.ભ. શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મ.) જેઓ ૧૦૫ વર્ષનું આયુષ્ય ધરાવનારા વયોવૃદ્ધ તેમજ ૭ર વર્ષની ઉંમર થી ૧૦૫ વર્ષની ઉમર સુધી અખંડ ૩૩વરસીતપ કરનારા સુચારિત્રસંપન્ન મહાપુરુષ હતા. જેઓ જૂના વખતની ચાલી પડેલી ખોટી માન્યતાઓ અંગે સંવેગી સાધુઓમાં જાગૃતિ લાવનાર હતા.
પૂ. આત્મારામજી મહારાજે યતિસંસ્થાની સંવેગી સાધુઓ પરની જોહુકમી સામે અવાજ ઉઠાવ્યો તે પછીથી સંવેગી સાધુઓ ની સંખ્યામાં આવેલી ઓટમાં ભરતી આવવા લાગી. એટલે તિથિપ્રશ્ન સત્યશું તે વાત ચર્ચાવા લાગેલી ત્યારે સંવત્સરી સિવાયની અન્યપર્વતિથિઓ અંગે પૂર્વે જે ગરબડો ધુસીગયેલી તે અંગેના તેઓ સાક્ષી હતા. અન્ય પર્વતિથિઓમાં ગરબડો ચાલતી હતી તે ગરબડ ચાલવામાં ભીંતીયા પંચાંગનો પણ ફાળો છે. (જુઓ પૃ. ૨૬) પૂ. બાપજી મહારાજે બધાને સમજાવવાના પ્રયત્નો કરેલા છે, તે તેમના સંવત ૧૯૯૭ ના ચાતુર્માસ પરિવર્તન પ્રસંગે થયેલ પ્રવચનની, પ્રશ્નોત્તરીથી જાણી શકાય છે. તે પ્રશ્ન અને ઉત્તર આ મુજબ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org