________________
તિથિ એ સિદ્ધાંત છે, સમાચારી નહિ | સમાચારીની વ્યાખ્યા કરતા શાસ્ત્રકાર પરમર્ષિઓ ફરમાવે છે કે, ‘જે અંગે શાસ્ત્રમાં સ્પષ્ટ વિધાન કે નિષેધ જણાતો ન હોય તેવી ગીતાર્થ પુરુષોની હિતકારી પ્રવૃત્તિ રૂપ આચરણા તે સમાચારી કહેવાય છે. જે અંગે શાસ્ત્રમાં સ્પષ્ટ ઉલ્લેખો મળતા હોય તેને સામાચારી હરગીઝ કહી શકાય નહિ સામાચારી સકળ સંઘને સ્પર્શનારી નથી હોતી. સિદ્ધાંત સકળ સંઘને સ્પર્શનારો ત્રિકાલા બાધિત હોય છે.
પરંપરા-છતવ્યવહાર કોને કહેવાય ? શાસ્ત્રોને બાધા પહોચે તેવી કોઈ વાત પૂ. આચાર્ય ભગવંતો પણ કરી-કરાવી શકે નહિ. એ માટે શાસ્ત્રોમાં આવતા નીચેના ઉલ્લેખો ખાસ ધ્યાનમાં લેવા યોગ્ય છે.
પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રની ટીકામાં ફરમાવ્યું છે કે..
“ગ્રામ વિરુદ્ધ પ્રવૃત્તેિરેવ પ્રમાત્વાતિ' બહુશ્રુત પ્રાવચનિકોની પણ તેવી વિચિત્ર પ્રવૃત્તિ સર્વથા પ્રમાણ જ છે. એમાં નથી : કારણ કે આગમથી અવિરૂધ્ધ એવી જે પ્રવૃતિ તે જ પ્રમાણ છે.
પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા ઉપદેશ રહસ્ય'માં ફરમાવે છે કે-“મારા _વિરà વાજ્ઞા''xXx આચરણાને માન્ય કરવાની શ્રી જૈન શાસ્ત્રોની અથવા ભગવાન શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞા છે-એ સાચું, પણ તે જ આચરણાને માન્ય કરવાની શ્રી જિનાજ્ઞા છે કે જે આચરણા આજ્ઞાથી વિરૂદ્ધ ન હોય. - પૂ. સુવિહિત શિરોમણિ આચાર્ય ભગવાન શ્રીમદ્ હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજાએ રચેલા શ્રી યોગ વિંશિકા' નામના ગ્રંથની પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે વ્યાખ્યા લખી છે. તે ગ્રંથમાં ફરમાવ્યું છે કે
“Desp રાત્રનીત્યા ચો, વર્તત સ માનઃ !” (શ્લોક ૪ પૂર્વાર્ધ) યો.વિ.ગા. ૧૬ની ટીકાનો આંતર અર્થ: “શાસ્ત્રની નીતિથી જે વર્તનારો હોય, તે એક પણ મહાજન છે.'
- A 28 - -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org