________________
સંવત્સરીનીતિથિ અંગે
હવે શ્રી સંવત્સરી મહાપર્વનીતિથિ અંગે જોવાજઇએ તો અન્યતિથિઓની ગરબડ હોવા છતાં સંવેગી સાધુઓમાં શાસ્ત્રાજ્ઞા મુજબ ઉદયાત્ ભાદરવા સુદ -૪ જાળવવામાં કોઇ ગરબડ થયાના પુરાવા નથી. સંવત્સરીની ઉદયાત્ તિથિ છોડવાની સૌપ્રથમ ગરબડ ૧૯૫૨ માં પૂ. સાગરજી મહારાજે (તે વખતેમુનિ) કરી. તે વર્ષે સકળ શ્રી સંધે પૂર્વથી ચાલી આવતી શાસ્ત્રાજ્ઞા મુજબની ઉદ્દયાત્ ચોથની સંવત્સરી કરી હતી. તે પછી ૧૯૯૨ માં ગમે તે કારણે પણ સમજુ અને સમર્થ ગણાતા પૂજયોપણ પૂ. સાગરજી મહારાજ સાથે ભળી ગયા અને તેમની કરેલી ગરબડ ને બળ પુરુ પાડયું. (જુઓ પરિશિષ્ટ-૨)
પહેલાં ઉધ્યાત ચોથ જળવાતી હતી એટલે પૂ. બાપજી મહારાજની પ્રશ્નોત્તરીમાં જણાવ્યું તેમ ચોથના અવલંબને બીજી ભૂલભાલો સુધારવાની શકયતા રહેતી હતી. (એટલેકે સંવત્સરી શાસ્ત્રાજ્ઞા મુજબ થતી હતી એટલે અન્ય પર્વતિથિઓ અંગે પણ શાસ્ત્રાજ્ઞા મુજબ સુધારો કરાવી શકાશે તેવી આશા હતી) પરંતુ સંવત્ ૧૯૯૨ માં જેઓએ આટલા વખતથી ચાલી આવતી ઉદયાત્ ચોથ પણ છોડી એટલે સુધારો કરાવવાની થોડી આશા હતી તે પણ હવે ન રહી એટલે સાચી સમજવાળા સંવેગી સાધુઓને અન્ય પર્વતિથિઓની ગરબડ (અવસરે સુધારાવી લેવાશે તે આશાએ) ચલાવતા હતા તે પણ હવે સુધારી લેવાની સ્થિતિમાં મૂકી દીધા, તેઓએ તે સુધારો કરી લીધો.
Jain Education International
20
For Private & Personal Use Only
www.jainelibrary.org