Book Title: Tithi Prashne Saral Samaj Author(s): Divyakirtivijay Publisher: Kiran B Shah Mumbai View full book textPage 8
________________ તિથિની ક્ષયવૃદ્ધિ કોને કહેવાય ? પ્રશ્ન : અંગ્રેજી મહિનાની તારીખની ગણના એક સરખી આવે છે કોઈ તારીખની ક્ષયવૃદ્ધિ (ઓછીવત્તી) આવતી નથી, તો પછી તિથિ ગણનામાં ક્ષયવૃદ્ધિ (ઓછીવત્તી-ભાગલી તિથિ અને ડબલતિથિ) શા માટે આવે છે ? ઉત્તર : સૂર્યની ગતિ એક સરખી છે. તેથી તારીખ ઓછીવત્તી નથી હોતી. જ્યારે ચંદ્રની ગતિ એક સરખી નથી. કવચિત્ તેની ગતિ તીવ્ર હોય છે અને ક્વચિત્ મંદ. સૂર્યોદય વખતે જે તિથિનો સ્પર્શ થતો હોય તે તિથિ આખો દિવસ ગણવામાં આવે છે. હવે જે ચંદ્રની ગતિ એક સરખી હોય તો એકમ બીજ આદિ તિથિઓ દરરોજ ના સૂર્યોદયને સ્પર્શતી હોય છે એટલે દિવસના ક્રમે તે તિથિઓ ક્રમસર આવ્યા કરે છે. પરંતુ ચંદ્રની ગતિ એક સરખી ન હોય ત્યારે કોઈક તિથિ એટલી ટૂંકી હોય છે કે એક પણ દિવસના સૂર્યોદયને સ્પર્શતી નથી તેથી તે તિથિનો ક્ષય કહેવાય છે. અને કોઇકતિથિ એટલી લાંબી હોય છે કે બે દિવસના સૂર્યોદયને સ્પર્શે છે એટલે તે તિથિની વૃદ્ધિ (ડબલ) કહેવાય છે. આ જ વાતને બીજી રીતે કહીએ તો એક દિવસના સૂર્યોદય બાદ શરૂ થયેલી તિથિ બીજા દિવસના સુર્યોદય પહેલાં સમાપ્ત થઈ જાય તે તિથિનો ક્ષય. અને એક દિવસના સૂર્યોદયને સ્પર્શીને શરૂ થયેલી તિથિ બીજા દિવસના સૂર્યોદયને સ્પર્શનેિ સમાપ્ત થાય તેને તિથિની વૃદ્ધિ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48