________________
પ્રશ્ન :- पञ्चमी तिथित्रुटिता भवति तदा तत्तपः कस्यां तिथौ ? पूर्णिमायां च त्रुटितायां कुत्रेति ॥५ ॥
उत्तरम् :- अथ पञ्चमी तिथिस्त्रुटिता भवति तदा तत्तपः पूर्वस्थां तिथौ क्रियते । पूर्णिमायां च त्रुटितायां त्रयोदशीचतुर्दश्योः क्रियते । त्रयोदश्यां तु विस्मृतौ प्रतिपद्यपीति
-
અર્થ :- પ્રશ્ન :- પાંચમ તિથિ તૂટી હોય તો તપ કઇ તિથિમાં કરવો અને પૂર્ણિમા તૂટી હોય તો શેમાં ?
ઉત્તર :- પાંચમતિથિનો ક્ષય હોય ત્યારે તેનો તપ પૂર્વ તિથિમાં કરાય છે. પૂર્ણિમા તુટી હોય ત્યારે તેરસ-ચૌદસમાં કરવો. તેરસ ભૂલી જવાય તો પડવે પણ અર્થાત્ ચૌદશ પડવે કરવો.
જી ૧ તિથિપક્ષના ધુરંધર આચાર્ય પૂ. સાગરજી મ. એ પૂર્વે તેમના પત્રમાં આ ઉત્તરના પાઠને અનુસરતો જ ઉત્તર આપ્યો છે. તે આ રહ્યો પ્રશ્નોત્તર
પ્રશ્ન : ભાદરવા સુદ ૫ નો ક્ષય માની શકાય ? અને મનાય તો તે તિથિની ક્રિયા અને તપશ્ચર્યા કયારે કરવી ?
સમાધાન : કોઇપણ પર્વતિથિનો ક્ષય ન થાય એ . કેમકે જો પર્વતિથિનો ક્ષય જ ન થતો હોય તો ‘ક્ષયે પૂર્વા તિથિ: 11' એટલે પર્વતિથિનો ક્ષય હોય તો પહેલાંની તિથિએ તે પર્વતિથિને (જ) ક્ષયવાલી ગણવી. એવો શ્રી ઉમાસ્વાતિજી મ. નો પ્રઘોષ શ્રી શ્રાદ્ધવિધિ વગેરેમાં હોત નહિ. અર્થાત્ તે તિથિઅંગે કરાતો તપ વગેરે ઉડાડી દેવાય નહિ પહેલાંની તિથિમાં કરવું પડે
(શ્રી સિદ્ધચક્ર વર્ષ-૧, અંક-૨૧, પૃ. ૪ વધારો)
પછીના વર્ષોમાં થયેલ લવાદી ચર્ચામાં આ અર્થથી વિપરીત રીતે અર્થ કરવામાં આવ્યો છે.
Jain Education International
11
For Private & Personal Use Only
www.jainelibrary.org