Book Title: Tithi Prashne Saral Samaj
Author(s): Divyakirtivijay
Publisher: Kiran B Shah Mumbai

Previous | Next

Page 9
________________ ક્ષય અને વૃદ્ધિને દષ્ટાંતથી સમજીએ (કા.સુ.૧૫ના) ક્ષયનું દૃષ્ટાંત દા.ત. સંવત્ ર૦૬ર, તા. ૧૪-૧૧-૦૫ ના દિવસે મંગળવારે સૂર્યોદય વખતે ચંદ્રની સ્થિતિ મુજબ કાર્તિક સુદ-૧૪ છે. અને બુધવારે સૂર્યોદય સમયે ચંદ્રની સ્થિતિ મુજબ કા.વદ-૧ છે. તે આ રીતે સંવત્ ૨૦૬૨ તા. ૧૪-૧૧-૦૫ મંગળવાર, સૂર્યોદય સમયે કાર્તિક સુદ ૧૪ સંવત્ ૨૦૬૨ તા. ૧૫-૧૧-૦૫ બુધવાર, સૂર્યોદય સમયે → કાર્તિક વદ ૧ એટલે કે કા.સુ. ૧૫ની તિથિ એટલી ટૂંકી છે કે તે મંગળવાર કે બુધવાર એક પણ દિવસના સૂર્યોદયને સ્પર્શતી નથી તેથી તે તિથિનો ક્ષય ગણવામાં આવે છે. પણ પુનમની તિથિની હાજરી કે ભોગવટો પૂર્વની ચૌદશની તિથિમાં અવશ્ય હોય જ છે. આજ રીતે દરેક ક્ષયતિથિ માટે સમજવું. (ભાદરવા સુ. પની) વૃદ્ધિનુ દષ્ટાંત દા.ત. સંવત ર૦૬૧ તા. ૮-૯-૦૫ ગુરુવારે સૂર્યોદય સમયે ચંદ્રની સ્થિતિ મુજબ ભાદરવા સુદ-૫ છે. અને શુક્રવારે પણ સૂર્યોદય સમયે ચંદ્રની સ્થિતિ મુજબ ભાદરવા સુદ-૫ છે. તે આ રીતે - ભાદરવા સુદ-૫ સંવત્ ૨૦૬૧, તા. ૮-૯-૦૫ | ગુરુવારે સૂર્યોદય સમયે સંવત ૨૦૬૧, તા. ૯-૯-૦૫ શુક્રવારે સૂર્યોદય સમયે → ભાદરવા સુદ-૫ એટલે કે ભાદરવા સુદ-૫ની તિથિ એટલી લાંબી છે કે તે ગુરુવાર અને શુક્રવાર બંને દિવસના સૂર્યોદયને સ્પર્શે છે એટલે તે તિથિની વૃદ્ધિ (ડબલ) ગણવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48