Book Title: Tithi Prashne Saral Samaj Author(s): Divyakirtivijay Publisher: Kiran B Shah MumbaiPage 10
________________ ટૂંકમાં કહીએ તો તિથિનો ક્ષય એટલે એકપણ દિવસના સૂર્યોદયને ન સ્પર્શતી તિથિ અને તિથિની વૃદ્ધિ એટલે બે દિવસના સૂર્યોદયને સ્પર્શતી તિથિ. - હવે તે તે તિથિની આરાધના કરવા માટે તે તે તિથિનો દિવસ નક્કી થવો જોઈએ. તે તે તિથિનો દિવસ નક્કી કરવા માટે પંચાંગ જોઈએ. જૈન શાસ્ત્રીય ટીપ્પણા (પંચાંગ)નો વિચ્છેદ થયો હોવાથી લૌકિક પંચાંગના આધારે તિથિ નક્કી કરવામાં આવે છે. પ્રશ્ન :- શાસ્ત્રીય પંચાંગ વિચ્છેદ ગયું છે, તેથી શાસ્ત્રીય તિથિતો નક્કી થઈ શકતી નથી તો પછી લૌકિક પંચાંગની તિથિ જે શાસ્ત્રીય નથી તેના માટે આટલો વિખવાદ શા માટે ? ઉત્તર :- તિથિનો નિર્ણય કરવા માટે પંચાંગ જરૂરી છે અને 'आगममूलमिदमपीति' અર્થ :- લૌકિક પંચાંગ પણ આગમના મૂળવાળું છે એવા શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મ.ના વચનથી સર્વગીતાર્થોએ સ્વીકાર્યું છે. સર્વગીતાર્થોએ લૌક્કિ પંચાંગ પ્રમાણભૂત ક્યું છે તેથી તે પંચાંગમાં જે તિથિ આવે તેનો શાસ્ત્ર જેટલો જ આદર કરવો જોઈએ. છે હમણાં હમણાં પૂ. આચાર્યશ્રી અભયશેખરસૂરિજીએ તિથિ અંગે સત્ય અને સમાધાન” પુસ્તિકામાં એક તર્ક વહેતો મૂક્યો છે કે - આજે વ્યસત્ય (શાસ્ત્રીય પંચાંગ મુજબની તિથિ) નથી મળતુ માટે (બધા કોઈપણ એકજ દિવસે આરાધના કરે તે) ભાવસત્યને અનુસરવું ~ ‘દ્રવ્ય સત્ય નથી મળતુ' આ વાત ઉપરોકત વચનથી પ્રતિકૃત થઈ જાય છે. “ઝાયરા વિત્તિ ' વચનથી લૌક્કિ પંચાંગની તિથિ તે આજ્ઞા-સત્યકેમ ન બને ? – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48