Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir

View full book text
Previous | Next

Page 8
________________ Bill પ્રથમ આવૃત્તિનું | પ્રકાશકનું નિવેદન iliiiiiiiiiiiiiiiiii Dailయయమయమయమయ પૂજ્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજ એક મહાન સંગ્રાહક હતા. જેમને માટે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજે સિદ્ધહેમશબ્દાનુશાસનની બ્રહવૃત્તિમાં ૩છેડનૂન | ૨ | ૨ | રૂ૫ / એ સૂત્રની વૃત્તિમાં “પોમાસ્વાતિ હીતા:' એ પ્રમાણે ઉદાહરણ મૂકી સર્વોત્કૃષ્ટ સંગ્રાહક તરીકે કહ્યા છે. તેઓશ્રીનું રચેલ આ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર છે. આ સૂત્રોમાં તેઓશ્રીના કથન પ્રમાણે-જિનવચનનો એક દેશ અર્થાત્ અંશમાત્ર જિનવચન સંગ્રહ્યું છે. “તત્ત્વાર્થfધમારä વહ્યર્થસ૬ નપુwળ્યું: વક્ષ્યામિ શિષ્યતિમિ-મર્જરનૈશશ્ય ' અને એ તેમનું કથન યથાર્થ છે. હજારો હાથી પ્રમાણ મશીથી લખી શકાય તેવા ચૌદપૂર્વોની અપેક્ષાએ આ ગ્રન્થ અંશ માત્ર જ કહી શકાય. છતાં અત્યારની દૃષ્ટિએ જોવામાં આવે તો જિનતત્ત્વોનો લગભગ ૬ પરિપૂર્ણ સંગ્રહ આ ગ્રંથમાં છે. અહંદ્ર્શનની સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્ત્વ E સંબંધી વિચારણા આમાં ગૂંથી છે. કોઈપણ ઉપયુક્ત વિષય રહી ગયો હોય - છૂટી ગયો હોય એવું બન્યું નથી. એટલે અત્યારના અભ્યાસીને આ એકજ ગ્રન્થ સાંગોપાંગ અદ્ર્શનના તત્ત્વોનું જ્ઞાન કરાવવાને સમર્થ છે. આ સૂત્ર ઉપર ભાષ્ય-ટીકા-વિવરણો વગેરે પુષ્કળ પ્રમાણમાં સાહિત્ય રચાયું છે. આ ગ્રન્થના અધ્યયન-અધ્યાપન અને ફેલાવા માટે જેટલું કરવામાં આવે તેટલું ઓછું છે. આ સૂત્રના અર્થો ગુજરાતી ભાષાને જાણનારા બાળજીવોને સમજાય અને સહેલાઈથી યાદ કરી શકાય તેવો હરિગીત છન્દમાં ભાવવાહી પદ્યાનુવાદ પૂ. મુનિ મહારાજશ્રી રામવિજયજી મહારાજે બનાવ્યો છે.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 330