Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૨
અધ્યાયઃ ૩-સૂત્રઃ૨
7 [1] સૂત્રહેતુ:- નરકના નામ વગેરે જણાવવા પૂર્વક સાથે અધોલોકનું પણ સામાન્ય વર્ણન કર્યું હવે જેમાં નારક જીવોને નિવાસ જોવા મળે છે. તે નરકાવાસોને જણાવવા માટે આ સૂત્ર બનાવેલ છે.
U [2] સૂત્રઃ મૂળઃ– * તાસુ નરા: [3] સૂત્રઃપૃથક્ઃ- સ્પષ્ટ છે.
[4] સૂત્રસારઃ— તે [સાતે પૃથ્વીને] વિષે નરક છે. અર્થાત્ રત્ન પ્રભા આદિ દરેક] પૃથ્વીમાં નરકો-નરકાવાસો [આવેલા છે.
] [5] શબ્દજ્ઞાનઃ
તાપુ- તેમાં કે તે વિશે [એટલે તે રત્નપ્રભાદિ સાતે પૃથ્વીમાં] ના:—નક-નરકાવાસ- જયાં નારક જીવો રહે છે
[] [6] અનુવૃતિઃ– રત્નારાવાનુાપ મતમોમહાતમ:પ્રમા,સૂ.૩:૨
[7] અભિનવટીકાઃ– પૂર્વસૂત્ર માં સાત નરકભૂમિ જણાવી પ્રસ્તુત સૂત્ર તે નરકભૂમિઓમાં રહેલ પ્રતર તથા પ્રતરમાં રહેલા નરકાવાસો ને જણાવે છે.
૧૩
=
(૧) નરકાવાસ-સ્થાનનિર્દેશઃ- રત્નપ્રભા- આદિ જે સાત નરકભૂમિ પૃથ્વી અને તેની જાડાઇ પૂર્વસૂત્રમાં જણાવી છે. તેમાં ઉપર નીચેના એક એક હજાર યોજન છોડીને બાકીના મધ્યભાગમાં નરકાવાસ છે.
જેમકે રત્નપ્રભા પૃથ્વીની જાડાઇ ૧,૮૦,૦૦૦યોજના છે તો તેમાં ઉપર નીચેના એક-એક હજાર યોજન છોડીનેમધ્યના ૧,૭૮,૦૦૦યોજનમાંનરકો–નરકાવાસોછે.
એ રીતે સાતે ભૂમિમાં સમજવું અર્થાત્ બીજી શર્કરાપ્રભામાં મધ્યના ૧,૩૦,૦૦૦ યોજન ત્રીજી વાલુકા પ્રભામાં મધ્યના ૧,૨૬,૦૦૦ ચોથી પંક પ્રભામાં મધ્યના ૧,૧૮,૦૦૦ પાંચમી ઘૂમપ્રભામાં મધ્યના ૧,૧૬,૦૦૦ છઠ્ઠીતમઃ પ્રભામાં મધ્યનાં ૧,૧૪,૦૦૦ અને સાતમી તમસ્તમ પ્રભામાં મધ્યના ૩૦૦૦ યોજનમાં નરકાવાસો આવેલા છે.
અહીં તમસ્તમ પ્રભામાં મધ્યના ૩૦૦૦ યોજનમાં નરકાવાસો છે. તેમ કહેવાનું કારણ એ છેકે પ્રથમ છ નરકમાં ઉપરનીચેના એક એક હજાર યોજન બાદ થાય છે. પણ
*
तासु त्रिंशत्पग्चविंशति पग्चदशदशत्रिपञ्चानैकनरकशतसहस्राणिपञ्च चैव यथाक्रमम्भेवुं सूत्र દિગંબર આમ્નાયમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org