________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૧ સૂત્ર ૯]
| [ ૩૭ નોંધઃ- નારકીઓમાં જાતિસ્મરણ અને વેદનારૂપ કારણોમાં પણ આ વિવેક લાગુ પાડી લેવો.
પ્રશ્ન:- આણત, પ્રાણત, આરણ અને અય્યત આ ચાર કલ્પોના મિથ્યાષ્ટિ દેવોને પ્રથમ સમ્યકત્વમાં દેવઋદ્ધિદર્શન કારણ કેમ કહ્યું નથી?
ઉત્તર:- એ ચાર કલ્પોમાં મહઋદ્ધિવાળા ઉપરના દેવોનું આગમન હોતું નથી, તેથી ત્યાં મહાઋદ્ધિદર્શનરૂપ પ્રથમ સમ્યકત્વની ઉત્પત્તિનું કારણ કહેવામાં આવ્યું નથી, તે જ કલ્પોમાં સ્થિત દેવોની મહાઋદ્ધિનું દર્શન પ્રથમ સમ્યત્વની ઉત્પત્તિનું નિમિત્ત થતું નથી; કેમકે તે ઋદ્ધિઓને વારંવાર જોવાથી વિસ્મય થતું નથી. વળી તે કલ્પોમાં શુક્લલશ્યાના સદ્ભાવને કારણે મહાઋદ્ધિના દર્શનથી કોઈ સંકલેશભાવ ઉત્પન્ન થતો નથી.
નવ રૈવેયકોમાં મહાઋદ્ધિદર્શન નથી, કેમકે ત્યાં ઉપરના દેવોના આગમનનો અભાવ છે. જિનમહિમાદર્શન પણ ત્યાં નથી, કેમકે તે વિમાનવાસી દેવો નંદીશ્વરાદિક મહોત્સવ જોવા જતા નથી. અવધિજ્ઞાનથી જિનમહિમાઓ તેઓ દેખે છે, તોય તે દેવોને રાગ ઓછો હોવાથી જિનમહિમાદર્શનથી તેમને વિસ્મય ઉત્પન્ન થતો નથી.
(શ્રી ધવલા પુસ્તક ૬ પૃષ્ઠ ૪૩ર થી ૪૩૬ ).
સૂત્ર ૪ થી ૮ નો એકંદર સિદ્ધાંત જિજ્ઞાસુ જીવોએ જીવાદિ દ્રવ્યો તથા તત્ત્વોને પિછાણવાં; ત્યાગવાયોગ્ય એવાં | મિથ્યાત્વ-રાગાદિ તથા ગ્રહણ કરવા યોગ્ય એવા સમ્યકદર્શનાદિકનું સ્વરૂપ ઓળખવું, પ્રમાણ-નયોવડ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવું, તથા નિર્દેશ, સ્વામિત્વાદિવડ અને સત્સંખ્યાદિવડ તેમના વિશેષો જાણવા. ૮.
હવે સમ્યજ્ઞાનના ભેદ કહે છે मतिश्रुतावधिमनःपर्ययकेवलानि ज्ञानम्।।९।। અર્થ:- [મતિ શ્રત અવધિ મન:પર્યય વનાનિ] મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય અને કેવળ એ પાંચ [ જ્ઞાનમ્] જ્ઞાન છે.
ટીકા મતિજ્ઞાન- પાંચ ઈન્દ્રિયો અને મન દ્વારા (પોતાની શક્તિ અનુસાર) જે જ્ઞાન થાય તે મતિજ્ઞાન છે.
શ્રુતજ્ઞાન-મતિજ્ઞાન દ્વારા જાણવામાં આવેલા પદાર્થને વિશેષરૂપથી જાણવો તે શ્રુતજ્ઞાન છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com