________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૧૧૨ ]
[ મોક્ષશાસ્ત્ર પ્રદેશમાં રહે છે તેથી જો આત્માનો એક ગુણ ( સમ્યગ્દર્શન ) ક્ષાયિક થઈ જાય તો સંપૂર્ણ આત્મા જ ક્ષાયિક થઈ જવો જોઈએ અને તે જ ક્ષણે તેની મુક્તિ થઈ જવી જોઈએ, એમ કેમ નથી થતું?
ઉત્ત૨:- જીવદ્રવ્યમાં અનંતગુણ છે, તે દરેક ગુણ અસહાય અને સ્વાધીન છે તેથી એક ગુણની શુદ્ધિ થતાં બીજા ગુણની શુદ્ધિ થવી જ જોઈએ તેવો નિયમ નથી. આત્મા અખંડ હોવાથી એક ગુણ બીજા ગુણની સાથે અભેદ છે એ ખરું છે પણ તેથી પર્યાયઅપેક્ષાએ દરેક ગુણનો પર્યાય જાદે જુદે વખતે શુદ્ધ થવામાં કાંઈ દોષ નથી; દ્રવ્યઅપેક્ષાએ સંપૂર્ણ શુદ્ધિ પ્રગટે ત્યારે દ્રવ્યની આખી શુદ્ધિ પ્રગટી ગણાય; પણ ક્ષાયિક સમ્યગ્દર્શન થતાં સંપૂર્ણ આત્મા ક્ષાયિક થવો જોઈએ અને મુક્તિ તરત થવી જોઈએ એમ માનવું યોગ્ય નથી.
(૨) પ્રશ્ન:- એક ગુણ સર્વ ગુણાત્મક છે અને સર્વ ગુણ એક ગુણાત્મક છે; માટે એક ગુણ સંપૂર્ણ પ્રગટ થવાથી અન્ય સંપૂર્ણ ગુણ પણ પૂર્ણ રીતે તે જ સમયે પ્રગટ થવા જોઈએ-એ ખરું છે?
ઉત્ત૨:- એ માન્યતા ખરી નથી. ગુણ અને ગુણી અખંડ છે એટલી અપેક્ષાએ એટલે કે અભેદ અપેક્ષાએ ગુણો અભેદ છે પણ તેથી એક ગુણ બીજા બધા ગુણરૂપ છે એમ કહી શકાય નહિ; એમ કહેતાં દરેક દ્રવ્ય એક જ ગુણાત્મક થાય- પણ તેમ બને નિહ. ભેદ અપેક્ષાએ દરેક ગુણ ભિન્ન, સ્વતંત્ર, અસહાય છે, એક ગુણમાં બીજા ગુણની નાસ્તિ છે; વસ્તુનું સ્વરૂપ ભેદાભેદ છે-તેમ માનવામાં ન આવે તો દ્રવ્ય અને ગુણ સર્વથા અભિન્ન થઈ જાય. એક ગુણને બીજા ગુણ સાથે નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે–એ અપેક્ષાએ એક ગુણ બીજા ગુણને સહાયક કહેવામાં આવે છે. (જેમકેસમ્યગ્દર્શન કા૨ણ અને સમ્યજ્ઞાન કાર્ય.)
(૩) પ્રશ્ન:- આત્માના એક ગુણનો ઘાત થવામાં તે ગુણના ઘાતમાં નિમિત્તરૂપ જે કર્મ છે તે ઉપરાંત બીજાં કર્મો નિમિત્તરૂપ ઘાતક છે કે કેમ ?
ઉત્તર:- ના, તેમ નથી.
પ્રશ્ન:- અનંતાનુબંધી ચારિત્રમોહનીયની પ્રકૃતિ છે તેથી તે ચારિત્રના ઘાતમાં નિમિત્ત હોય પણ સમ્યગ્દર્શનના ઘાતમાં તે કેમ નિમિત્ત ગણાય છે?
ઉત્ત૨:- અનંતાનુબંધીના ઉદયમાં જોડાતાં ક્રોધાદિરૂપ પરિણામ થાય છે પણ કાંઈ અતત્ત્વશ્રદ્ધાન થતું નથી માટે તે ચારિત્રના ઘાતનું જ નિમિત્ત થાય છે, પણ સમ્યક્ત્વના ઘાતમાં તે નિમિત્ત નથી. ૫રમાર્થથી તો આમ જ છે; પરંતુ અનંતાનુબંધીના ઉદયથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com