________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અ. ૨. સૂત્ર ૨૦ ]
[ ૨૦૭ ટીકા (૧) આ ઇન્દ્રિયો ભાવેન્દ્રિય અને દ્રવ્યેન્દ્રિય એમ બન્ને પ્રકારની સમજવી. એકેન્દ્રિય જીવને પહેલી (સ્પર્શન) ઇન્દ્રિય, બે-ઇન્દ્રિય જીવને પહેલી બે-એમ અનુક્રમે હોય છે. આ અધ્યાયના સૂત્ર-૧૪ ની ટીકામાં આ સંબંધી વિગતથી જણાવ્યું છે, માટે ત્યાંથી જોઈ લેવું.
(૨) આ પાંચ ભાવેન્દ્રિયોમાં ભાવશ્રોત્રેન્દ્રિયને ઘણી લાભદાયક ગણવામાં આવી છે, કેમકે તે ભાવ-ઇન્દ્રિયના બળથી સમ્યજ્ઞાની પુરુષનો ઉપદેશ શ્રવણ કરીને ત્યાર બાદ વિચાર કરીને યથાર્થ નિર્ણય કરી હિતની પ્રાપ્તિ અને અહિતનો ત્યાગ જીવ કરી શકે છે. જડઇન્દ્રિય તો સાંભળવામાં નિમિત્તમાત્ર છે.
(૩) ૧-ક્ષોત્રેન્દ્રિય (કાન) નો આકાર જવની વચલી નળી જેવો, ૨-નેત્રનો આકાર મસુર જેવો, ૩-નાકનો આકાર તલના ફૂલ જેવો, ૪-રસનાનો આકાર અર્ધચંદ્ર જેવો હોય છે અને સ્પર્શનેન્દ્રિય શરીરાકારે હોય છે-સ્પર્શનેન્દ્રિય આખા શરીરમાં હોય છે. તે ૧૯
ઇન્દ્રિયોના વિષય સ્પર્શરસન્ધવશવ્વીસ્તર્યાદા ૨૦ના અર્થ:- [ સ્પરજવર્ણશલ્લી: ] સ્પર્શ, રસ, ગંધ, વર્ણ (રૂપ, રંગ) અને શબ્દ એ પાંચ ક્રમથી [ તત્ ૩૫ર્થી:] ઉપર કહેલી પાંચ ઇન્દ્રિયોનો વિષય છે અર્થાત ઉપર કહેલી પાંચ ઇન્દ્રિયો તે તે વિષયને જાણે છે.
ટીકા (૧) જાણવાનું કામ ભાવેન્દ્રિયનું છે, પુદ્ગલઇન્દ્રિય નિમિત્ત છે. દરેક ઇન્દ્રિયનો વિષય શું છે તે અહીં કહ્યું છે; આ વિષયો જડ-પુદ્ગલો છે.
(૨) પ્રશ્ન:- આ અધિકાર જીવનો છે છતાં તેમાં પુદ્ગલદ્રવ્યની વાત શા માટે લીધી?
ઉત્તર:- જીવને ભાવેન્દ્રિયથી થતાં ઉપયોગરૂપ જ્ઞાનમાં જ્ઞય શું છે તે જણાવવા માટે કહ્યું છે. શેય નિમિત્ત માત્ર છે, જ્ઞયથી જ્ઞાન થતું નથી પણ ઉપયોગરૂપ ભાવેન્દ્રિયથી જ્ઞાન થાય છે એટલે કે જ્ઞાન વિષયી ( વિષય કરનાર) છે અને જ્ઞય વિષય છે એ બતાવવા આ સૂત્ર કહ્યું છે.
(૩) સ્પર્શ - આઠ પ્રકારના છે. ૧. શીત, ૨. ઉષ્ણ, ૩. લૂખો, ૪. ચીકણો, ૫. કોમળ, ૬, કઠોર, ૭. હળવો અને ૮. ભારે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com