________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
અ. ૪ સૂત્ર ૨૪-૨૫-૨૬ ]
[ ૨૮૯
લૌકાંતિક દેવો
बह्मलोकालया लौकान्तिकाः।। २४।।
અર્થ:- જેમનું નિવાસસ્થાન પાંચમું સ્વર્ગ (બ્રહ્મલોક) છે તે લૌકાંતિક દેવો છે. ટીકા
આ દેવો બ્રહ્મલોકના અંતમાં રહે છે, તથા એક ભાવાવતારી (એકાવતારી ) છે તેથી લોકનો અંત(–સંસારનો નાશ ) કરવાવાળા છે તેથી તેમને લૌકાંતિક કહેવાય છે; તેઓ દ્વાદશાંગના પાઠી હોય છે. ચૌદપૂર્વના ધારક હોય છે, બ્રહ્મચારી રહે છે અને તીર્થંકરપ્રભુના તપકલ્યાણકમાં આવે છે; તેમને દેવર્ષિ પણ કહેવામાં આવે છે. ।। ૨૪।। લૌકાંતિક દેવોનાં નામો
सारस्वतादित्यवह्न्न्यरुणगर्दतोयतुषिताव्याबाघारिष्टाश्च ।। २५ ।।
અર્થ:- લૌકાંતિક દેવોના આઠ પ્રકાર છે–૧. સારસ્વત, ૨. આદિત્ય, ૩. વહ્નિ; ૪, અરુણ, પ. ગર્દતોય, ૬. તુષિત, ૭. અવ્યાબાધ અને ૮. અરિષ્ટ. આ દેવો બ્રહ્મલોકની ઐશાન વગેરે આઠ દિશાઓમાં રહે છે.
ટીકા
આ દેવોના આ આઠ મૂળ ભેદો છે અને તે આઠના રહેવાનાં સ્થાનની વચ્ચેના ભાગમાં રહેનારા દેવોનાં બીજા સોળ પ્રકાર છે; આ રીતે કુલ ચોવીસ ભેદો છે. આ દેવોનાં સ્વર્ગના નામ તેમનાં નામ અનુસાર જ છે, તેઓ બધા સરખા છે, તેમનામાં કોઈ નાનું-મોટું નથી, સૌ સ્વતંત્ર છે, તેમની કુલ સંખ્યા ૪૦૭૮૨૦ છે. સૂત્રમાં આઠ નામો આપીને છેડે ‘T’ શબ્દ મૂક્યો છે તે એમ સૂચવે છે કે આ આઠ સિવાયના બીજા ભેદો પણ છે. ।। ૨૫।।
અનુદેિશ અને અનુત્ત૨વાસી દેવોના અવતા૨નો નિયમ
विजयादिषु द्विचरमाः।। २६ ।।
અર્થ:- વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને અનુદિશ વિમાનોના અમિન્દ્રો દ્વિચ૨મી હોય છે અર્થાત્ મનુષ્યના બે જન્મ (ભવ) કરી અવશ્ય મોક્ષ જાય છે. ( આ બધા જીવો સમ્યગ્દષ્ટિ જ હોય છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com