________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૯ સૂત્ર ૪૫ ]
[ ૫૯૫ (૩) પાંચમાથી અસંખ્યાતગુણી નિર્જરા સકળસંયમરૂપ અપ્રમત્તસંયત (સાતમું ) ગુણસ્થાન પ્રગટે ત્યારે થાય છે. પાંચમા પછી પ્રથમ સાતમું ગુણસ્થાન પ્રગટે છે અને પછી વિકલ્પ ઉઠતાં છઠું પ્રમત્ત ગુણસ્થાન આવે છે. સૂત્રમાં ‘વિરત” શબ્દ કહ્યો છે તેમાં સાતમું અને છઠું બને ગુણસ્થાનવાળા જીવોનો સમાવેશ થાય છે.
(૪) ત્રણ કરણના પ્રભાવથી ચાર અનંતાનુબંધી કષાયને બાર કષાય તથા નવ નોકષાયરૂપ પરિણમાવી દે તે જીવોને અંતર્મુહૂર્તપર્યત સમયે સમયે અસંખ્યાતગુણી દ્રવ્યનિર્જરા થાય છે. અનંતાનુબંધીની આ વિસંયોજના ચોથું, પાંચમું, છઠું અને સાતમું એ ચાર ગુણસ્થાનોમાં થાય છે; તે ચારે ગુણસ્થાનમાં જે અનંતવિયોજક છે તે પોતાના ગુણસ્થાનમાં પોતાની પૂર્વની નિર્જરાથી અસંખ્યાતગુણી નિર્જરા કરે છે.
(૫) અનંત વિયોજકથી અસંખ્યાતગુણી નિર્જરા દર્શનમોહના ક્ષેપકને (તે જ જીવને) થાય છે. પહેલાં અનંતાનુબંધીની વિસંયોજના કર્યા પછી દર્શનમોહના ત્રિકને ક્ષપાવે એવો ક્રમ છે.
(૬) દર્શનમોહના ક્ષેપક કરતાં “ઉપશમક” ને અસંખ્યાતગુણી નિર્જરા થાય છે. પ્રશ્ન - ઉપશમકની વાત દર્શનમોહના ક્ષેપક પછી કેમ કરી?
ઉત્તર:- ક્ષેપકનો અર્થ ક્ષાયિક થાય છે, અહીં ક્ષાયિક સમ્યગ્દર્શનની વાત છે; અને “ઉપશમક' કહેતાં દ્વિતીયોપશમ સમ્યકત્વયુક્ત ઉપશમશ્રેણીવાળો જીવ સમજવો. ક્ષાયિકસમ્યગ્દષ્ટિ કરતાં ઉપશમશ્રેણીવાળાને અસંખ્યાતગુણી નિર્જરા થાય છે તેથી પહેલાં ક્ષેપકની વાત કરી છે અને ક્ષેપક પછી ઉપશમકની વાત કરી છે. ક્ષાયક સમ્યગ્દર્શન ચોથ, પાંચમે, છઠું અને સાતમે ગુણસ્થાને પ્રગટે છે અને જે જીવ ચારિત્રમોહનો ઉપશમ કરવાને ઉદ્યમી થયેલ છે. તેને આઠમું, નવમું અને દસમું ગુણસ્થાન હોય છે.
(૭) ઉપશમક જીવ કરતાં અસંખ્યાતગુણી નિર્જરા અગીયારમા ઉપશાંતમો ગુણસ્થાને હોય છે.
(૮) ઉપશાન્તમોહવાળા જીવ કરતાં ક્ષપકશ્રેણીવાળાને અસંખ્યાત ગુણી નિર્જરા હોય છે; આ જીવને આઠમું, નવમું અને દશમું ગુણસ્થાન હોય છે.
(૯) ક્ષપકશ્રેણીવાળા જીવ કરતાં બારમા ક્ષીણમોહ ગુણસ્થાને અસંખ્યાતગુણી નિર્જરા હોય છે.
(૧૦) બારમાં ગુણસ્થાન કરતાં જિનને (તેરમા અને ચૌદમા ગુણસ્થાને) અસંખ્યાતગુણી નિર્જરા હોય છે. જિનના ત્રણ ભેદ છે- (૧) સ્વસ્થાન કેવળી,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com