________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષશાસ્ત્ર-ગુજરાતી ટીકા
અધ્યાય દસમો
ભૂમિકા ૧. આ શાસ્ત્ર શરૂ કરતાં આચાર્યદેવે પહેલા અધ્યાયના પહેલા જ સૂત્રમાં કહ્યું હતું કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા તે મોક્ષમાર્ગ-કલ્યાણમાર્ગ છે. ત્યાર પછી સાત તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે એમ જણાવીને તે સાત તત્ત્વોનાં નામ જણાવ્યા અને દસ અધ્યાયમાં તે સાત તત્ત્વોનું વર્ણન કર્યું. તેમાં આ છેલ્લા અધ્યાયમાં મોક્ષતત્ત્વનું વર્ણન કરીને આ શાસ્ત્ર પૂરું કર્યું છે.
૨. મોક્ષ સંવર-નિર્જરાપૂર્વક થાય છે; તેથી નવમા અધ્યાયમાં સંવર-નિર્જરાનું સ્વરૂપ કહ્યું; અને અપૂર્વકરણ પ્રગટ કરનારા સમ્યકત્વસમ્મુખ જીવોથી શરૂ કરીને ચૌદમાં ગુણસ્થાને બિરાજતા કેવળી ભગવાન સુધીના તમામ જીવોને સંવર-નિર્જરા થાય છે એમ તેમાં જણાવ્યું. તે નિર્જરાની પૂર્ણતા થતાં જીવ પરમ સમાધાનરૂપ નિર્વાણપદમાં બિરાજે છે; તે દશાને મોક્ષ કહેવાય છે. મોક્ષદશા પ્રગટ કરનાર જીવોએ સર્વ કાર્ય સિદ્ધ કર્યું હોવાથી “સિદ્ધ ભગવાન” કહેવાય છે.
૩. કેવળીભગવાનને (તેરમા તથા ચૌદમાં ગુણસ્થાને) સંવર નિર્જરા થતા હોવાથી તેમનો ઉલ્લેખ નવમા અધ્યાયમાં કરવામાં આવ્યો છે, પણ ત્યાં કેવળજ્ઞાનનું
સ્વરૂપ જણાવ્યું નથી. કેવળજ્ઞાન તે ભાવમોક્ષ છે અને તે ભાવમોક્ષના બળે દ્રવ્યમોક્ષ (સિદ્ધદશા) થાય છે. (જાઓ, પ્રવચનસાર અ. ૧. ગા. ૮૪. જયસેનાચાર્યની ટીકા) તેથી આ અધ્યાયમાં પ્રથમ ભાવમોક્ષરૂપ કેવળજ્ઞાનનું સ્વરૂપ જણાવીને પછી દ્રવ્યમોક્ષનું સ્વરૂપ જણાવ્યું છે.
કેવળજ્ઞાનની ઉત્પત્તિનું કારણ मोहक्षयाज्ज्ञानदर्शनावरणान्तरायक्षयाच्च केवलम्।।१।।
અર્થ - [ મોદક્ષયાત્] મોહનો ક્ષય થવાથી (અંતર્મુહૂર્તપર્યંત ક્ષીણકષાય નામનું ગુણસ્થાન પામ્યા બાદ) [જ્ઞાનવર્શનાવરણ મંતરાય ક્ષયાત્ ૦] જ્ઞાનાવરણ, દર્શનાવરણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com