Book Title: Tattvartha Sutra
Author(s): Ram Manekchand Doshi
Publisher: Kanjiswami Smarak Trust Devlali

View full book text
Previous | Next

Page 683
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ગુજરાતી ટીકા પરિશિષ્ટ-૧ ] [ ૬૨૯ અભેદરૂપ સ્વસ્થદશા તેમને જ થઈ શકે છે કે જેઓ દર્શનમોહ અને ચારિત્રમોહના ઉદયાધીન રહેતા નથી. આનું તાત્પર્ય એ છે કે, મોક્ષનું કારણ રત્નત્રય બતાવ્યું છે; તે રત્નત્રયને મોક્ષનું કારણ માનીને તેના સ્વરૂપને જાણવાની ઇચ્છા જ્યાંસુધી રહે છે ત્યાંસુધી સાધુ તે રત્નત્રયને વિષયરૂપ ( ધ્યેયરૂપ ) માનીને તેનું ચિંતવન કરે છે; તે રત્નત્રયના સ્વરૂપનો વિચાર કરે છે. જ્યાંસુધી એવી દશા રહે છે ત્યાંસુધી પોતાના વિચારદ્વારા રત્નત્રય ભેદરૂપ જ જાણવામાં આવે છે, તેથી સાધુના તે પ્રયત્નને ભેદરૂપ રત્નત્રય કહેવામાં આવે છે; તે વ્યવહારની દશા છે. એવી દશામાં અભેદરત્નત્રય કદી થઈ શકતાં નથી, પરંતુ જ્યાંસુધી એવી દશા પણ ન હોય અથવા એ પ્રકારે મુમુક્ષુ સમજી ન લે ત્યાં સુધી તને નિશ્ચયદશા કેમ પ્રાપ્ત થઈ શકે? વ્યવહાર કરતાં કરતાં નિશ્ચયદશા પ્રગટે જ નહીં. એ ખ્યાલમાં રાખવું વ્યવહારદશા વખતે રાગ છે તેથી મુમુક્ષુને તે ટાળવાયોગ્ય છે, તે લાભદાયક નથી. સ્વાશ્રિત એકતારૂપ નિશ્ચયદશા જ લાભદાયક છે-એવું જો પહેલેથી જ લક્ષ હોય તો જ તેને વ્યવહારદશા હોય છે. જો પહેલેથી જ એવી માન્યતા ન હોય અને તે રાગદશાને જ ધર્મ અગર ધર્મનું કારણ માને તો તેને કદી ધર્મ થાય નહિ અને તેને તે વ્યવહારદશા પણ કહેવાય નહીં; ખરેખર તે વ્યવહારાભાસ છે–એમ સમજવું. માટે રાગરૂપ વ્યવહારદશા ટાળીને નિશ્ચયદશા પ્રગટ કરવાનું લક્ષ પહેલેથી જ હોવું જોઈએ. એવી દશા થઈ જતાં જ્યારે સાધુ સ્વલક્ષ તરફ વળે છે, ત્યારે સ્વયમેવ સમ્યગ્દર્શનમય-સમ્યજ્ઞાનમય તથા સમ્યચારિત્રમય થઈ જાય છે. તેથી તે પોતાથી અભેદરૂપ–રત્નત્રયની દશા છે અને તે યથાર્થ વીતરાગદશા હોવાથી નિશ્ચયરત્નત્રયરૂપ કહેવામાં આવે છે. આ અભેદ અને ભેદનું તાત્પર્ય સમજી જતાં એ વાત માનવી પડશે કે વ્યવહા૨૨ત્નત્રય તે યથાર્થ રત્નત્રય નથી. તેથી તેને હેય કહેવામાં આવે છે. જો સાધુ તેમાં જ લાગ્યા રહે તો તેનો તે વ્યવહા૨માર્ગ મિથ્યામાર્ગ છે, નિરુપયોગી છે. એમ કહેવું જોઈએ કે તે સાધુએ તેને યરૂપ ન જાણતાં યથાર્થરૂપ જાણી રાખ્યો છે. જે જેને યથાર્થરૂપ જાણે અને માને તે તેને કદી છોડે નહિ; તેથી તે સાધુનો વ્યવહા૨માર્ગ મિથ્યામાર્ગ છે અથવા તે અજ્ઞાનરૂપ સંસારનું કારણ છે. વળી તેવી જ રીતે જે વ્યવહારને હેય સમજીને અશુભભાવમાં રહે છે અને નિશ્ચયનું અવલંબન કરતા નથી તે ઉભયભ્રષ્ટ (શુદ્ધ અને શુભ બન્નેથી ભ્રષ્ટ) છે. નિશ્ચયનયનું Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710