________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
અ. ૯ સૂત્ર ૩૭ ]
[ ૫૮૫
ગુણસ્થાને પણ એ જ રીતે ધર્મધ્યાન હોય છે અને તેનાથી તે ગુણસ્થાનને લાયક સંવર-નિર્જરા થાય છે. જે શુભભાવ હોય તે તો બંધનું કારણ થાય છે, તે ખરું ધર્મધ્યાન નથી.
૪. ધર્મધ્યાન-(ધર્મ સ્વભાવ; ધ્યાન એકાગ્રતા; ) પોતાના શુદ્ધ સ્વભાવમાં એકાગ્રતા તે નિશ્ચયધર્મધ્યાન છે; જેમાં ક્રિયાકાંડના સર્વ આડંબરોનો ત્યાગ છે એવી અંતરંગક્રિયાના આધારરૂપ જે આત્મા તેને, મર્યાદારહિત તથા ત્રણે કાળના કર્મોની ઉપાધિરહિત એવા સ્વરૂપે જે જાણે છે તે જ્ઞાનની વિશેષપરિણતિ- કે જેમાં આત્મા પોતાના આશ્રયમાં સ્થિર થાય છે-તે નિશ્ચયધર્મધ્યાન છે, અને તે જ સંવ-નિર્જરાનું કારણ છે.
=
વ્યવહારધર્મધ્યાન તે શુભભાવ છે; કર્મના ચિંતવનમાં મન લાગ્યું રહે એ તો શુભપરિણામરૂપ ધર્મધ્યાન છે. જેઓ કેવળ શુભપરિણામથી મોક્ષ માને છે તેમને સમજાવ્યા છે કે શુભપરિણામથી અર્થાત્ વ્યવહા૨ધર્મધ્યાનથી મોક્ષ થતો નથી. [જીઓ, શ્રી સમયસાર ગાથા ૨૯૧ ટીકા તથા ભાવાર્થ]. ।। ૩૬।।
શુક્લધ્યાનના સ્વામી
शुक्ले चाद्ये पूर्वविदः ।। ३७ ।।
અર્થ:- [શુત્તે હૈં માઘે પહેલા બે પ્રકારનાં શુક્લધ્યાન અર્થાત્ પૃથવિતર્ક અને એકત્વવિતર્ક એ બે ધ્યાન પણ [પૂર્વવિદ્:] પૂર્વજ્ઞાનધારી શ્રુતકેવળીને હોય છે.
નોંધઃ- આ સૂત્રમાં = શબ્દ છે તે એમ સૂચવે છે કે શ્રુતકેવળીને ધર્મધ્યાન પણ હોય છે.
ટીકા
૧. શુક્લધ્યાનના ચાર પ્રકાર ૩૯ મા સૂત્રમાં કહેશે. શુક્લધ્યાનનો પહેલો ભેદ આઠમા ગુણસ્થાને શરુ થાય છે અને દસમા ગુણસ્થાન સુધી રહે છે; તેના નિમિત્તે મોહનીયકર્મનો ક્ષય કે ઉપશમ થાય છે. બીજો ભેદ બારમા ગુણસ્થાને હોય છે; તેના નિમિત્તે બાકીનાં ઘાતિકર્મોનો ક્ષય થાય છે. અગીયારમા ગુણસ્થાને પહેલો ભેદ હોય છે. ૨. આ સૂત્રમાં પૂર્વધારી શ્રુતકેવળીને શુક્લધ્યાન હોવાનું કહ્યું છે તે ઉત્સર્ગ કથન છે; તેમાં અપવાદ કથનનો સમાવેશ ગૌણપણે થઈ જાય છે. અપવાદ કથન એ છે કે કોઈ જીવને નિશ્ચયસ્વરૂપઆશ્રિત આઠ પ્રવચનમાતા પૂરતું સમ્યજ્ઞાન હોય તો તે પુરુષાર્થ વધારીને પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ શુક્લધ્યાન પ્રગટ કરે છે. તેનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com