________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૩ર ]
મોક્ષશાસ્ત્ર ૨. અહીં જે તપ કહ્યું છે તે સમ્યકતપ છે, કેમ કે તે તપ જ સંવર નિર્જરાનું કારણ છે. સમ્યગ્દષ્ટિ જીવને જ સમ્યકતપ હોય છે. મિથ્યાષ્ટિના તપને બાળપ કહેવામાં આવે છે અને તે આસ્રવ છે, એમ અ. ૬ સૂ. ૧૨ ની ટીકામાં કહ્યું છે. તે સૂત્રમાં આપેલા “આદિ' શબ્દમાં બાળપનો સમાવેશ થાય છે. જેઓ સમ્યગ્દર્શન અને આત્મજ્ઞાનથી રહિત છે એવા જીવો ગમે તેટલું તપ કરે તો પણ તેના બધા તપને બાળપ (અર્થાત્ અજ્ઞાનતા, મૂર્ખતાવાળો તપ ) કહેવાય છે (જુઓ, સમયસાર, ગાથા ૧૫ર, પા. ૧૯૮). સમ્યગ્દર્શન પૂર્વકના તપને ઉત્તમ તપ તરીકે આ અધ્યાયના છઠ્ઠી સૂત્રમાં વર્ણવ્યો છે.
૩. તપનો અર્થ શ્રી પ્રવચનસાર, ગાથા ૧૪ માં તપનો અર્થ આ પ્રમાણે આપ્યો છે‘સ્વરૂપવિશ્રાંતનિસ્તરંપાવૈતન્યપ્રતાપનાવ્યું તપ: અર્થાત્ સ્વરૂપમાં વિશ્રાંત, તરંગ વિનાના ચૈતન્યનું પ્રતિપન તે તપ છે.
તપનું સ્વરૂપ અને તે સંબંધી થતી ભૂલ (૧) ઘણા જીવો અનશનાદિને તપ માને છે અને તે તપથી નિર્જરા માને છે, પણ બાહ્ય તપથી નિર્જરા થાય નહિ. નિર્જરાનું કારણ તો શુદ્ધોપયોગ છે. શુદ્ધોપયોગમાં જીવની રમણતા થતાં અનશન વગેરે “શુભ-અશુભ ઇચ્છાનો નિરોધ થાય છે ' તે સંવર છે. જો બાહ્ય દુઃખ સહન કરવું તે નિર્જરા હોય તો તિર્યંચાદિક પણ ભૂખ-તરસાદિક દુ:ખ સહન કરે છે તેથી તેને પણ નિર્જરા થાય.
(૨) પ્રશ્ન - તિર્યંચાદિક તો પરાધીનપણે ભૂખ-તરસાદિ સહન કરે છે, પણ જે સ્વાધીનપણે ધર્મબુદ્ધિથી ઉપવાસાદિરૂપ તપ કરે તેને તો નિર્જરા થાય ને?
ઉત્તર- ધર્મબુદ્ધિથી બાહ્ય ઉપવાસાદિક તો કરે પણ ત્યાં ઉપયોગ અશુભ, શુભ કે શુદ્ધરૂપ જેમ પરિણમે તે અનુસાર જ બંધ કે નિર્જરા થાય છે. જો અશુભ કે શુભરૂપ ઉપયોગ હોય તો બંધ થાય છે અને સમ્યગ્દર્શનપૂર્વક શુદ્ધોપયોગ હોય તો ધર્મ થાય છે. જે બાહ્ય ઉપવાસથી નિર્જરા થતી હોય તો ઘણા ઉપવાસાદિ કરતાં ઘણી નિર્જરા થાય અને થોડા કરતાં થોડી થાય એવો નિયમ ઠરે, તથા નિર્જરાનું મુખ્ય કારણ ઉપવાસાદિ જ ઠરે. પણ એમ તો બને નહિ; કેમકે બાહ્ય ઉપવાસાદિ કરવા છતાં જો દુષ્ટપરિણામ કરે તો તેને નિર્જરા કેમ થાય? આથી એમ સિદ્ધ થાય છે કે અશુભ, શુભ કે શુદ્ધરૂપે જેવો ઉપયોગ પરિણમે તે અનુસાર બંધ કે નિર્જરા થાય છે; તેથી ઉપવાસાદિ તપ નિર્જરાનું મુખ્ય કારણ નથી, પણ અશુભ તથા શુભ પરિણામ એ બન્ને બંધનાં કારણ છે અને શુદ્ધ પરિણામ નિર્જરાનું કારણ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com