________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૭ સૂત્ર ૨ ]
[ ૪૪૯ પરિગ્રહત્યાગ-એ રીતે વ્રતોનો સમાવેશ તેમાં આવી જાય છે, છતાં અહી વ્રતને આસ્રવનું કારણ કેમ કહ્યું છે?
ઉત્તરઃ- તેમાં દોષ નથી; નવમો સંવર અધિકાર છે ત્યાં નિવૃત્તિસ્વરૂપ વીતરાગભાવરૂપ વ્રતને સંવર કહ્યો છે અને અહીં આસ્રવ અધિકાર છે તેમાં પ્રવૃત્તિ દેખાડવામાં આવી છે; કેમ કે હિંસા, અસત્ય, ચોરી વગેરે છોડી દેતાં અહિંસા, સત્ય, અચૌર્ય-દીધેલી વસ્તુનું ગ્રહણ વગેરે ક્રિયા થાય છે, તેથી તે વ્રત શુભકર્મોના આસ્રવનું કારણ છે. એ વ્રતોમાં પણ અવ્રતોની માફક કર્મોનો પ્રવાહ હોય છે, તેનાથી કર્મોની નિવૃત્તિ થતી નથી તેથી વ્રતોનો સમાવેશ આગ્નવ અધિકારમાં કર્યો છે. (ાઓ, સર્વાર્થસિદ્ધિ અધ્યાય ૭ સૂત્ર ૧ ની ટીકા પા. ૫-૬).
૪. મિથ્યાત્વ જેવા મહાપાપને છોડાવવાની પ્રવૃતિ મુખ્યતાએ ન કરવી અને કેટલીક બાબતોમાં હિંસા બતાવીને તે છોડાવવાની મુખ્યતા કરવી તે ક્રમભંગ ઉપદેશ છે.
(મોક્ષમાર્ગ-પ્રકાશક પા. ૧૬૩-૧૬૪ ) ૫. એકદેશ વીતરાગતા અને શ્રાવકદશાને નિમિત્તનૈમિત્તિક સંબંધ છે, એટલે કે એકદેશ વીતરાગતા થતાં શ્રાવકનાં વ્રત હોય જ; એ પ્રમાણે વીતરાગતાને અને મહાવ્રતને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, ધર્મની પરીક્ષા અંતર વીતરાગભાવથી થાય, બાહ્ય સંયોગથી થાય નહિ.
(જુઓ, મોક્ષમાર્ગ-પ્રકાશક પા. ૨૭૩) ૬. આ સૂત્ર માં કહેલા ત્યાગનું સ્વરૂપ અહીં છમસ્થને બુદ્ધિગોચર ધૂળપણાની અપેક્ષાએ લોકપ્રવૃતિની મુખ્યતાસહિત કહ્યું છે પણ કેવળજ્ઞાનગોચર સૂક્ષ્મપણાની અપેક્ષાએ કહ્યું નથી, કેમકે તેનું આચરણ થઈ શકતું નથી. તેના દષ્ટાંતો
(૧) અહિંસા વ્રત સંબંધી અણુવ્રતીને ત્રસહિંસાનો ત્યાગ કહ્યો છે; તેને સ્ત્રીસેવનાદિ કાર્યોમાં ત્રસહિંસા તો થાય છે, વળી એ પણ જાણે છે કે જિનવાણીમાં અહીં ત્રસ જીવ કહ્યા છે, પરંતુ તેને ત્રસ જીવ મારવાનો અભિપ્રાય નથી તથા લોકમાં જેનું નામ ત્રસઘાત છે તેને તે કરતો નથી; એ અપેક્ષાએ તેને ત્રસહિંસાનો ત્યાગ છે.
મહાવ્રતધારી મુનિને સ્થાવર હિંસાનો પણ ત્યાગ કહ્યો. હવે મુનિ પૃથ્વી, જળાદિકમાં ગમન કરે છે, ત્યાં ત્રસનો પણ સર્વથા અભાવ નથી કારણ કે ત્રસજીવોની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com