________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
અ. ૨. સૂત્ર ૩૨-૩૩ ]
[ ૨૧૫ ત્રણ-અચિત્ત, ઉષ્ણ, વિવૃત [TM yશ: મિશ્રા: ] અને ક્રમથી એકએકથી મળેલી ત્રણ અર્થાત્ સચિત્તાચિત્ત, શીતોષ્ણ અને સંવૃતવિવૃત [તંત્ યોનય: ] એ નવ જન્મયોનિઓ છે.
ટીકા
(૧) જીવોનાં ઉત્પત્તિસ્થાનને યોનિ કહે છે; યોનિ આધાર અને જન્મ આધેય છે. (૨) સચિત્તયોનિ- જીવસહિત યોનિને સચિત્તયોનિ કહે છે.
સંવૃતયોનિ- જે કોઈના દેખવામાં ન આવે એવા ઉત્પત્તિસ્થાનને સંવૃત (ઢંકાયેલી ) યોનિ કહે છે.
વિવૃતયોનિ- જે સર્વના દેખવામાં આવે એવા ઉત્પત્તિસ્થાનને વિવૃત ( ખુલ્લી ) યોનિ કહે છે.
(૩) ૧-માણસ કે બીજા પ્રાણીના પેટમાં જીવો (કરમિયાં ) ઉત્પન્ન થાય તેની સચિત્તયોનિ છે. ૨-દીવાલ, ટેબલ વગેરેમાં જીવો ઉત્પન્ન થાય છે તેની અચિત્તયોનિ છે. ૩–માણસે પહેરેલ ટોપી વગેરેમાં જીવો ઉત્પન્ન થાય તેની સચિત્તાચિત્ત યોનિ છે. ૪-ઠંડીમાં જીવો ઉત્પન્ન થાય તેની શીતયોનિ છે. ૫-ગરમીમાં જીવો ઉત્પન્ન થાય તેની ઉષ્ણયોનિ છે. ૬-પાણીના ખાડામાં સૂર્યની ગરમીથી પાણી ઊનું થતાં જીવો ઉત્પન્ન થાય તેની શીતોષ્ણુયોનિ છે. ૭-પેકબંધ ટોપલામાં રહેલા ફળમાં જીવો ઉત્પન્ન થાય તેની સંવૃતયોનિ છે. ૮-પાણીમાં જીવો (લીલફૂગ વગેરે) ઉત્પન્ન થાય તેની વિવૃતયોનિ છે અને ૯–થોડો ભાગ ઉઘાડો તથા થોડો ઢંકાએલો એવા સ્થાનમાં જીવો ઊપજે તેની સંવૃત-વિવૃતયોનિ છે.
(૪) ગર્ભ- યોનિના આકારના ત્રણ ભેદ છે; ૧-શંખાવર્ત, ૨-કૂર્મોન્નત અને ૩-વંશપત્ર. શંખાવર્ત યોનિમાં ગર્ભ રહેતો નથી. કૂર્મોન્નતયોનિમાં તીર્થંકર, ચક્રવર્તી, બળભદ્ર અને તેના ભાઈઓ સિવાય કોઈ ઉત્પન્ન થતું નથી. વંશપત્રયોનિમાં બાકીના ગર્ભજન્મવાળા સર્વ જીવો ઉત્પન્ન થાય છે. ।। ૩૨ ।।
ગર્ભજન્મ કોને હોય છે ?
जरायुजाण्डजपोतानां गर्भः ।। ३३ ।।
અર્થ:- [નરાયુખ અન પોતાનાં] જરાયુજ, અંડજ અને પોતજ એ ત્રણ પ્રકારના જીવોને [TÉ: ] ગર્ભજન્મ જ હોય છે અર્થાત્ તે જીવોને જ ગર્ભજન્મ હોય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com