________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૨. સૂત્ર ૧૦-૧૧ ]
[ ૧૯૯ જ રહેવાનું બને છે. ત્યાંથી નીકળી ત્રસશરીર પામવું એ કાકતાલિયન્યાયવત્ છે, ત્રસમાં પણ મનુષ્યપણું પામવાનું તો ભાગ્યે જ બને છે.
૪. આ પ્રમાણે જીવની મુખ્ય બે સ્થિતિ છે-નિગોદપણું અને સિદ્ધપણું. વચલો ત્રસપર્યાયનો કાળ તો ઘણો જ થોડો અને તેમાં પણ મનુષ્યપણાનો કાળ તો અતિ અતિ ઘણો જ થોડો છે.
૫. ૧-સંસારમાં જીવને મનુષ્યભવોમાં રહેવાનો કાળ સર્વથી થોડો છે. - નારકીના ભાવોમાં રહેવાનો કાળ તેનાથી અસંખ્યાતગુણો છે. ૩-દેવના ભવોમાં રહેવાનો કાળ તેનાથી (નારકીથી) અસંખ્યાતગુણો છે. અને ૪-તિર્યંચ ભવોમાં (મુખ્યપણે નિગોદમાં) રહેવાનો કાળ તેનાથી (દેવથી) અનંતગુણો છે.
આ ઉપરથી સિદ્ધ થાય છે કે જીવ અનાદિથી મિથ્યાત્વદશામાં શુભ તેમ જ અશુભ ભાવો કરતો રહે છે, તેમાં પણ જીવે નરકને લાયક તીવ્ર અશુભ ભાવો કરતાં દેવને લાયક શુભ ભાવો અસંખ્યાતગુણા કર્યા છે. શુભભાવ કરીને અનંતવાર નવમી રૈવેયકે આ જીવ જઈ આવ્યો છે-તે પૂર્વે પારા ૧૦ માં કહેવાઈ ગયું છે.
૬. નવમી રૈવેયકને લાયક શુભભાવો કરનાર જીવે ગૃહીત મિથ્યાત્વ છોડ્યું હોય છે, સાચાં દેવ-ગુરુ-શાસ્ત્રને નિમિત્તરૂપે સ્વીકાર્યા હોય છે; પાંચ મહાવ્રતો, ગુપ્તિ, સમિતિ આદિના ઉત્કૃષ્ટ શુભભાવો અતિચારરહિત પાળ્યા હોય છે; આટલું કરે ત્યારે જ જીવને નવમી રૈવેયકમાં જવા લાયક શુભભાવ હોય છે. આત્મભાન વિના મિથ્યાદષ્ટિને લાયક ઉત્કૃષ્ટ શુભભાવો જીવે અનંતવાર કર્યા છતાં મિથ્યાત્વ ગયું નહિ; માટે શુભભાવ-પુણ્ય કરતાં કરતાં ધર્મ-સમ્યગ્દર્શન થાય કે મિથ્યાત્વ ટળે એ અશક્ય છે. તેથી
૭. આ મનુષ્યભવમાં જ આત્માનું સાચું સ્વરૂપ સમજીને જીવોએ સમ્યકત્વ પ્રાપ્ત કરવું. “Strike the iron while it is hot' લોઢું ગરમ છે ત્યાં સુધીમાં તેને ટીપી લો-ઘડી લો એ કહેવત અનુસાર મનુષ્યભવ છે તેમાં તુરત આત્માનું સ્વરૂપ સમજી લો, નહિ તો ત્રસકાળ થોડા વખતમાં પૂરો થઈને એકેન્દ્રિયનિગોદ-પર્યાય પ્રાપ્ત થશે અને અનંતકાળ તેમાં રહેવાનું થશે. ૧૦.
સંસારી જીવોના ભેદ
સમનWISHI: Tો ?? અર્થ- સંસારી જીવો [ સંમના : ] મનસહિત-સંજ્ઞી અને [૧મના : ] મનરહિત-અસંશી એમ બે પ્રકારના હોય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com