________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
અ. ૨. સૂત્ર ૧ ]
[ ૧૭૯
શુદ્ધ માને છે, વર્તમાન અવસ્થામાં અશુદ્ધતા હોવા છતાં તેને સ્વીકારતા નથી; વળી કોઈ સર્વથા આનંદમાત્ર આત્માનું સ્વરૂપ માને છે, વર્તમાન અવસ્થામાં દુઃખ હોવા છતાં તેને સ્વીકારતા નથી; તેમની તે માન્યતા અને તેના જેવી બીજી માન્યતાઓ બરાબર નથી એમ આ સૂત્ર સિદ્ધ કરે છે. જો આત્મા સર્વથા શુદ્ધ જ હોય તો સંસાર, બંધ, મોક્ષ, મોક્ષનો ઉપાય એ સર્વ મિથ્યા ઠરે. આત્માનું ત્રિકાળી સ્વરૂપ અને વર્તમાન અવસ્થાનું સ્વરૂપ (અર્થાત્ દ્રવ્ય અને પર્યાય આત્માનું સ્વરૂપ ) કેવું હોય તે યથાર્થપણે આ પાંચ ભાવો બતાવે છે. જો આ પાંચ ભાવોમાંથી એકપણ ભાવનું અસ્તિત્વ ન સ્વીકારવામાં આવે તો આત્માના શુદ્ધ-અશુદ્ધ સ્વરૂપનું સત્ય ક્શન થતું નથી, અને તેથી જ્ઞાનમાં દોષ આવે છે. આ સૂત્ર જ્ઞાનનો દોષ ટાળીને, આત્માનું ત્રિકાળી સ્વરૂપ અને. નિગોદથી સિદ્ધ સુધીની તેની તમામ અવસ્થાઓ બહુ જ અલ્પ શબ્દોમાં ચમત્કારિક રીતે દર્શાવે છે, તે પાંચ ભાવોમાં ચૌદ ગુણસ્થાનો તથા સિદ્ધદશા પણ આવી જાય છે.
આ શાસ્ત્રમાં અનાદિથી ચાલ્યો આવતો ઔદિયકભાવ પહેલો લીધો નથી પણ ઔપમિકભાવ પહેલો લીધો છે તે એમ સૂચવે છે કે આ શાસ્ત્રમાં સ્વરૂપ સમજાવવા માટે ભેદો બતાવવામાં આવ્યા છે તો પણ ભેદના આશ્રયે એટલે કે ઔયિક; ઔપમિક, ક્ષાયોપમિક કે ક્ષાયિક-એ ભાવોના લક્ષ વિકલ્પ ચાલુ રહે છે અર્થાત્ અનાદિથી ચાલ્યો આવતો ઔદિયભાવ જ ચાલુ રહે છે, માટે તે ભાવો તરફનું લક્ષ છોડીને ધ્રુવરૂપ પારિણામિકભાવ તરફ લક્ષ કરી એકાગ્ર થવું; તેમ કરતાં પ્રથમ ઔપશમિકભાવ પ્રગટે છે અને ક્રમે ક્રમે શુદ્ધતા વધતાં ક્ષાયિકભાવની પૂર્ણતા થાય છે.
(૯) આ સૂત્રમાં રહેલી નય-પ્રમાણ વિવક્ષા
(૧) વર્તમાન પર્યાય અને (૨) તે બાદ કરતાં જે દ્રવ્ય સામાન્ય તથા તેના ગુણોનું સાદશ્યપણે ત્રિકાળ વરૂપે ટકી રહેવું-આવાં બે પડખાં દરેક દ્રવ્યમાં છે. આત્મા પણ એક દ્રવ્ય છે તેથી તેમાં પણ એવાં બે પડખાં છે, તે બે પડખાંથી વર્તમાન પર્યાયનો વિષય કરનાર પર્યાયાર્થિકનય છે. આ સૂત્રમાં કહેલા પાંચ ભાવોમાંથી ઔપશિમક, ક્ષાયિક, ક્ષાયોપમિક અને ઔયિક એ ચાર ભાવો પર્યાયરૂપ-વર્તમાન હાલત પૂરતા-છે તેથી તે પર્યાયાર્થિકનયનો વિષય છે; તે વર્તમાન પર્યાયને બાદ કરતાં દ્રવ્યસામાન્ય તથા તેના અનંતગુણોનું સાદશ્યપણે ત્રિકાળ ધ્રુવરૂપ ટકી રહેવું છે તેને પારિણામિકભાવ કહે છે, તે ભાવને કા૨ણપ૨માત્મા, કારણ સમયસાર કે જ્ઞાયકભાવ પણ કહેવામાં આવે છે; તે ત્રિકાળ સાદશ્યરૂપ હોવાથી દ્રવ્યાર્થિકનયનો વિષય છે. આ બન્ને પડખાં (પર્યાયાર્થિકનયનો વિષય અને દ્રવ્યાર્થિકનયનો વિષય તે બન્ને) થઈને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com