________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates અ. ૨. સૂત્ર ૧ ]
[ ૧૭૭
मोक्षं कुर्वन्ति मिश्रौपशमिकक्षायिकाभिधाः। बंधमौदयिका भावा निःक्रियाः पारिणामिकाः ।।
[ ગાથા-પ૬ જયસેનાચાર્યકૃત ટીકા ]
અર્થ:- મિશ્ર, ઔપમિક અને ક્ષાયિક એ ત્રણ ભાવો મોક્ષ કરે છે, ઔદિયકભાવ બંધ કરે છે અને પારિણામિકભાવ બંધ-મોક્ષની ક્રિયા રહિત છે.
પ્રશ્ન:- ઉપરના કથનનો શું આશય છે?
ઉત્ત૨:- એ શ્લોકમાં કયો ભાવ ઉપાદેય અર્થાત્ આશ્રય કરવા યોગ્ય છે એ કહ્યું નથી, પરંતુ એમાં તો મોક્ષ કે જે કર્મના અભાવરૂપ નિમિત્તની અપેક્ષા રાખે છે તે ભાવ જ્યારે પ્રગટે ત્યારે જીવનો કેવો ભાવ હોય તે બતાવ્યું છે અર્થાત્ મોક્ષ કે જે સાપેક્ષપર્યાય છે તેનું અને તે પ્રગટતી વખતે તથા તે પહેલાં સાપેક્ષપર્યાય કેવી હોય તેનું સ્વરૂપ બતાવ્યું છે. આ શ્લોક એમ બતાવે છે કે ક્ષાયિકભાવ મોક્ષને કરે છે એટલે કે તે ભાવનું નિમિત્ત પામીને આત્મપ્રદેશથી દ્રવ્યકર્મનો સ્વયં અભાવ થાય છે. મોક્ષ તો આ અપેક્ષાએ ક્ષાયિક પર્યાય છે, અને ક્ષાયિક ભાવ તો જડ કર્મનો અભાવ સૂચવે છે. ક્ષાયિકભાવ થયા પહેલાં મોહના ઔપમિક તથા ક્ષાયોપમિક ભાવો હોવા જ જોઈએ અને ત્યાર પછી જ ક્ષાયિકભાવ પ્રગટે છે તથા ક્ષાયિકભાવ પ્રગટે ત્યારે જ જડ કર્મોનો સ્વયં અભાવ થાય છે-આવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવવા માટે ‘એ ત્રણે ભાવો મોક્ષ કરે છે' એમ કહ્યું છે. આ શ્લોકમાં કયા ભાવને આશ્રયે ધર્મ પ્રગટે છે એ કાંઈ પ્રતિપાદન કર્યું નથી. એ ખ્યાલમાં રાખવું કે પહેલા ચારે ભાવો સ્વઅપેક્ષાએ પારિણામિકભાવો છે.
(જીઓ, જયધવલ પુસ્તક ૧, પાનું ૩૧૯, ધવલ ભાગ-૫, પાનું-૧૯૭)
૪. પ્રશ્ન:- ઉ૫૨ના શ્લોકમાં કહ્યું છે કે-ઔદિયકભાવ બંધનું કારણ છે. જો એમ સ્વીકારીએ તો ગતિ, જાતિ આદિ નામકર્મ સંબંધી ઔદિયકભાવો પણ બંધનાં કારણ થાય?
ઉત્ત૨:- શ્લોકમાં કહેલ ‘ ઔદિયકભાવ ’માં સર્વ ઔયિકભાવો બંધનું કારણ છે એમ ન સમજવું, પણ માત્ર મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ એ ચાર ભાવો બંધનું કારણ છે એમ સમજવું. (શ્રી ધવલા પુસ્તક-૭ પા. ૯-૧૦)
૫. પ્રશ્ન:- ‘ઔવયિા માવા: વંધારણમ્' એમ કહ્યું છે તેનો અર્થ શું છે?
ઉત્ત૨:- તેનો અર્થ એટલો જ છે કે જો જીવ મોહના ઉદયમાં જોડાય તો બંધ થાય. દ્રવ્યમોહનો ઉદય હોવા છતાં જો જીવ શુદ્ધાત્મ ભાવનાના બળ વડે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com