________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૨. સૂત્ર ૧ ]
| [ ૧૭૩ ૨. જીવનો અનાદિ અનંત શુદ્ધ ચૈતન્યસ્વભાવ હોવા છતાં તેની અવસ્થામાં વિકાર છે
એમ ઔદયિકભાવ સાબિત કરે છે. ૩. જડ કર્મની સાથે જીવને અનાદિનો સંબંધ છે અને જીવ તેને વશ થાય છે તેથી વિકાર થાય છે પણ કર્મના કારણે વિકારભાવ થતો નથી એમ પણ ઔદયિકભાવ
સાબિત કરે છે. ૪. જીવ અનાદિથી વિકાર કરતો હોવા છતાં તે જડ થઈ જતો નથી અને તેનાં જ્ઞાન, દર્શન અને વીર્યનો અંશે ઉઘાડ તો સદા રહે છે એમ ક્ષાયોપથમિકભાવ સાબિત
કરે છે. ૫. આત્માનું સ્વરૂપ યથાર્થપણે સમજીને જ્યારે પોતાના પરિણામિકભાવનો જીવ
આશ્રય કરે છે ત્યારે ઔદયિકભાવ ટળવાની શરૂઆત થાય છે, અને પ્રથમ
શ્રદ્ધા ગુણનો ઔદયિકભાવ ટળે છે એમ ઔપથમિકભાવ સાબિત કરે છે. ૬. સાચી સમજણ પછી જીવ જેમ જેમ સત્ય પુરુષાર્થ વધારે છે તેમ તેમ મોહ અંશે
ટળતો જાય છે એમ ક્ષાયોપથમિકભાવ સાબિત કરે છે. ૭. જીવ જો પ્રતિહતભાવે પુરુષાર્થમાં આગળ વધે તો ચારિત્રમોહ સ્વયં દબાઈ જાય
છે [ –ઉપશમ પામે છે] એમ ઔપથમિકભાવ સાબિત કરે છે. ૮. અપ્રતિહત પુરુષાર્થ વડે પારિણામિકભાવનો આશ્રય વધતાં વિકારનો નાશ થઈ
શકે છે એમ ક્ષાયિકભાવ સાબિત કરે છે. ૯. જોકે કર્મ સાથેનો સંબંધ પ્રવાહથી અનાદિનો છે તોપણ સમયે સમયે જૂનાં કર્મ
જાય છે અને નવાં કર્મનો સંબંધ થતો રહે છે તે અપેક્ષાએ તેમાં શરૂઆતપણું રહેતું હોવાથી [–સાદી હોવાથી ] તે કર્મ સાથેનો સંબંધ સર્વથા ટળી જાય છે
એમ ક્ષાયિકભાવ સાબિત કરે છે. ૧૦. કોઈ નિમિત્ત વિકાર કરાવતું નથી પણ જીવ પોતે નિમિત્તાધીન થઈને વિકાર
કરે છે. જીવ જ્યારે પારિણામિકભાવરૂપ પોતાના સ્વભાવ તરફનું લક્ષ કરી સ્વાધીનપણું પ્રગટ કરે છે ત્યારે નિમિત્તાધીનપણું ટળી શુદ્ધતા પ્રગટે છે-એમ ઔપથમિકભાવ, સાધકદશાનો ક્ષાયોપથમિકભાવ અને ક્ષાયિકભાવ એ ત્રણે સાબિત કરે છે.
(૩) પાંચ ભાવો સંબંધી કેટલાક પ્રશ્નોત્તર ૧. પ્રશ્ન- ભાવના વખતે આ પાંચમાંથી કયો ભાવ ધ્યાન કરવા યોગ્ય છે અર્થાત ધ્યેય છે?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com