________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૧૫૪ ]
[ મોક્ષશાસ્ત્ર છે. અથવા જે નિમિત્તથી તેને તત્ત્વાર્થશ્રદ્ધાન થાય છે તે જ નિમિત્તથી અરહંતદેવાદિકનું પણ શ્રદ્ધાન થાય છે માટે સમ્યગ્દર્શનમાં દેવાદિકના શ્રદ્ધાનનો નિયમ છે.
(૫) પ્રશ્ન- કોઈ જીવ અરહંતાદિકનું શ્રદ્ધાન કરે છે, તેના ગુણોને ઓળખે છે છતાં તેને તત્ત્વશ્રદ્ધાનરૂપ સમ્યકત્વ હોતું નથી, માટે જેને સાચું અરહંતાદિકનું શ્રદ્ધાન હોય તેને તત્ત્વશ્રદ્ધાન અવશ્ય હોય જ, એવો નિયમ સંભવતો નથી?
ઉત્તર- તત્ત્વશ્રદ્ધાન વિના અરહંતાદિકના છેતાળીસ આદિ ગુણો તે જાણે છે. ત્યાં પર્યાયાશ્રિત ગુણોને પણ તે જાણતો નથી. કારણ કે જીવ-અજીવની જાતિ ઓળખ્યા વિના અરહંતાદિકના આત્માશ્રિત અને શરીરાશ્રિત ગુણોને તે ભિન્ન જાણતો નથી, જો જાણે તો તે પોતાના આત્માને પરદ્રવ્યથી ભિન્ન કેમ ન માને? તેથી જ શ્રી પ્રવચનસારમાં કહ્યું છે કે
जो जाणदि अरहत दव्वत्तगुणत्तपज्जयत्तहि। सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं ।। ८०।। જે જાણતો અહંતને ગુણ, દ્રવ્ય ને પર્યયપણે,
તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે. ૮૦. અર્થ- જે અરહંતને દ્રવ્યત્વ, ગુણત્વ અને પર્યાય વડે જાણે છે તે આત્માને જાણે છે અને તેનો મોહ નાશને પ્રાપ્ત થાય છે. માટે જેને જીવાદિ તત્ત્વોને શ્રદ્ધાન નથી તેને અરહંતાદિકનું પણ સાચું શ્રદ્ધાન નથી. વળી તે મોક્ષાદિક તત્ત્વોના શ્રદ્ધાન વિના અરહંતાદિનું માહાભ્ય પણ યથાર્થ જાણતો નથી, માત્ર લૌકિક અતિશયાદિ વડે અરહંતનું, તપશ્ચરણાદિ વડે ગુરુનું અને પરજીવોની અહિંસાદિ વડે ધર્મનું માહાભ્ય જાણે છે. પણ એ તો પરાશ્રિતભાવ છે અને અરહંતાદિકનું સ્વરૂપ તો આત્માશ્રિતભાવો વડે તત્ત્વશ્રદ્ધાન થતાં જ જણાય છે, માટે જેને અરહંતાદિકનું સાચું શ્રદ્ધાન હોય તેને તત્ત્વશ્રદ્ધાન અવશ્ય હોય જ, એવો નિયમ જાણવો. એ પ્રમાણે સમ્યત્વનું લક્ષણ નિર્દેશ કર્યું.
(૬) પ્રશ્ન- સાચું તત્ત્વાર્થશ્રદ્ધાન, સ્વ-પરનું શ્રદ્ધાન, આત્મશ્રદ્ધાન તથા દેવગુરુ-ધર્મનું શ્રદ્ધાન સમ્યકત્વનું લક્ષણ કહ્યું અને એ સર્વ લક્ષણોની પરસ્પર એકતા પણ દર્શાવી તે તો જાણ્યું, પરંતુ આમ અન્ય અન્ય પ્રકારથી લક્ષણ કરવાનું શું પ્રયોજન?
ઉત્તર:- ચાર લક્ષણો કહ્યાં તેમાં સાચી દષ્ટિપૂર્વક કોઈ એક લક્ષણ ગ્રહણ કરતાં ચારે લક્ષણોનું ગ્રહણ થાય છે તો પણ મુખ્ય પ્રયોજન જુદું જુદું વિચારી અન્ય અન્ય પ્રકારથી એ લક્ષણો કહ્યાં છે.
૧-જ્યાં તત્ત્વાર્થશ્રદ્ધાના લક્ષણ કહ્યું છે ત્યાં તો આ પ્રયોજન છે કે, જો એ તત્ત્વોને ઓળખે તો વસ્તુના યથાર્થ સ્વરૂપનું વા હિત-અહિતનું શ્રદ્ધાન કરી મોક્ષમાર્ગમાં પ્રવર્તે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com