________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૧. સૂત્ર ૨૩]
[૭૧ | ઋજુમતિ:- મનમાં ચિંતવન કરેલા પદાર્થોને જાણે છે, અચિંતિત પદાર્થને નહિ, અને તે પણ સરલરૂપથી ચિંતિત પદાર્થને જાણે છે.
[ જાઓ, સૂત્ર ૨૮-નીચે ટીકા ] વિપુલમતિ- ચિંતિત અને નહિ ચિંતિત પદાર્થને તથા વક્રચિંતિત અને અવકચિંતિત પદાર્થને પણ જાણે છે.
જાઓ, સૂત્ર ૨૮ નીચે ટીકા ]. મન:પર્યયજ્ઞાન વિશિષ્ટ સંયમધારીને થાય છે. [ શ્રી ધવલા પુસ્તક ૬ પાનું ૨૮–૨૯] “વિપુલ 'નો અર્થ વિસ્તીર્ણ-વિશાળ-ગંભીર થાય છે. [તેમાં કુટિલ, અસરળ, વિષમ, સરળ વગેરે ગર્ભિત છે.) વિપુલમતિજ્ઞાનમાં ઋજુ અને વક (એટલે સરળ અને આડા) સર્વ પ્રકારના રૂપી પદાર્થનું જ્ઞાન થાય છે. પોતાનાં તથા પરનાં જીવિત, મરણ, સુખ, દુઃખ, લાભ, અલાભનું પણ જ્ઞાન થાય છે. વ્યક્ત મન કે અવ્યક્ત મનથી ચિંતવન કરેલા કે નહિ ચિંતવેલા કે આગળ જઈ જેનું ચિંતવન કરશે એવા સર્વ પ્રકારના પદાર્થોને વિપુલમતિ મન:પર્યયજ્ઞાની જાણે છે.
[ સર્વાર્થસિદ્ધિ પાનું ૪૪૮-૪૫૧-૪૫ર] કાળ અપેક્ષાએ કામતિનો વિષય-જઘન્યપણે ભૂત-ભવિષ્યના બે ત્રણ ભવ પોતાના અને બીજાના જાણે, ઉત્કૃષ્ટપણે સાત-આઠ ભવ તે મુજબ જાણે.
ક્ષેત્ર અપેક્ષાએ આ જ્ઞાન જઘન્યપણે ત્રણથી ઉપર અને નવથી નીચે કોશ અને ઉત્કૃષ્ટપણે ત્રણથી ઉપર અને, નવથી નીચે યોજનાની અંદર જાણે છે, તેથી બહાર નહિ.
[ કોશ=૧ ગાઉ; યોજન= ૨000 ગાઉ]
કાળ અપેક્ષાએ વિપુલમતિનો વિષય-જઘન્યથી સાત-આઠ ભવ આગલાપાછલા જાણે અને ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવ આગલા-પાછલા જાણે.
ક્ષેત્ર અપેક્ષાએ આ જ્ઞાન-જઘન્યપણે ત્રણથી ઉપર અને નવથી નીચે યોજના પ્રમાણ જાણે ઉત્કૃષ્ટપણે માનુષોત્તર પર્વતની અંદર જાણે-તેથી બહાર નહિ.
[ સર્વાર્થસિદ્ધિ પાનું-૪પ૪] વિપુલમતિનો અર્થ ઇંગ્લિશ તત્ત્વાર્થસૂત્રમાં નીચે પ્રમાણે આપ્યો છે:
Complex direct knowledge of complex mental things. e. g. of what a man is thinking of now along with what he has thought of it in the past and will think of if in the future. [ પાનું-૪૦]
અર્થ:- આંટીઘૂંટી વાળી મનમાં સ્થિત વસ્તુઓનું આંટીઘૂંટી સહિત પ્રત્યક્ષજ્ઞાન જેમકે-એક માણસ વર્તમાનમાં શું વિચારે છે. તેની સાથે ભૂતકાળમાં તેણે શું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com