________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૧. સૂત્ર ૩૩]
[૮૫ એક સ્વભાવનું પણ છે. જ્યારે દ્રવ્ય પ્રમાણનો વિષય હોય ત્યારે તેનો અર્થ વસ્તુ (દ્રવ્ય, ગુણ અને ત્રણેકાળના પર્યાયો સહિત) એવા કરવો; નયોના પ્રકરણમાં જ્યારે દ્રવ્યાર્થિક વપરાય ત્યારે સામાન્ય સ્વભાવમય એક સ્વભાવ' (સામાન્યાત્મક ધર્મ) એવો તેનો અર્થ કરવો.
દ્રવ્યાર્થિકમાં નીચે પ્રમાણે ત્રણ ભેદ થાય છે:૧. સત્ અને અસત્ પર્યાયના સ્વરૂપમાં પ્રયોજનવશ પરસ્પર ભેદ ન માની
બન્નેને વસ્તુનું સ્વરૂપ માનવું તે નૈગમનાય છે. ૨. સતના અંતર્ભદોમાં ભેદ ન ગણવો તે સંગ્રહનય છે. ૩. સમાં અંતભેદો માનવા તે વ્યવહારનય છે.
નયના જ્ઞાનનય, શબ્દનય અને અર્થનય એવા પણ ત્રણ પ્રકાર પડે છે. ૧. વાસ્તવિક પ્રમાણજ્ઞાન છે; અને એકદેશગ્રાહી તે હોય ત્યારે તેને નય કહે
છે, તેથી જ્ઞાનનું નામ નય છે અને તેને જ્ઞાનનય કહેવામાં આવે છે. ૨. જ્ઞાન દ્વારા જાણેલા પદાર્થનું પ્રતિપાદન શબ્દ દ્વારા થાય છે તેથી તે શબ્દને
શબ્દનય કહેવામાં આવે છે. ૩. જ્ઞાનનો વિષય પદાર્થ છે તેથી નયથી પ્રતિપાદન કરવામાં આવતા પદાર્થને
પણ નય કહેવામાં આવે છે, તે અર્થનય છે.
આત્માના સંબંધમાં આ સાત નો નીચેના ચૌદ બોલમાં શ્રીમદ્ રાજચંદ્રજીએ ઉતારેલા છે તે સાધકને ઉપયોગી હોવાથી અહીં અર્થ સાથે આપવામાં આવે છે –
૧. એવંભૂતદષ્ટિથી ઋજાસૂત્ર સ્થિતિ કર. = પૂર્ણતાને લક્ષે શરૂઆત કર. ૨. ઋજુસૂત્રદષ્ટિથી એવભૂત સ્થિતિ કર. = સાધકદ્રષ્ટિ દ્વારા સાધ્યમાં સ્થિતિ કર. ૩. નૈગમદષ્ટિથી એવંભૂત પ્રાપ્તિ કર. = તું પૂર્ણ છો એવી સંકલ્પદષ્ટિ વડે
પૂર્ણતાને પ્રાપ્ત કર. ૪. એવંભૂતદષ્ટિથી નૈગમ વિશુદ્ધ કર. = પૂર્ણદષ્ટિથી અવ્યક્ત અંશ વિશુદ્ધ કર. ૫. સંગ્રહદષ્ટિથી એવંભૂત થા.= ત્રિકાળી સત્ દષ્ટિથી પૂર્ણ શુદ્ધ પર્યાય પ્રગટ કર. ૬. એવંભૂતદષ્ટિથી સંગ્રહ વિશુદ્ધ કર. = નિશ્ચયદષ્ટિથી સત્તાને વિશુદ્ધ કર. ૭. વ્યવહારદૃષ્ટિથી એવંભૂત પ્રત્યે જા. = ભેદદષ્ટિ છોડીને અભેદ પ્રત્યે જા. ૮. એવંભૂતદષ્ટિથી વ્યવહારનિવૃત્તિ કર. = અભેદદષ્ટિથી ભેદને નિવૃત્ત કર.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com