________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૪].
| [ મોક્ષશાસ્ત્ર અર્થ:- અને વિશેષ એ છે કે સ્વાનુભૂતિના સમયે જેટલું પણ પહેલું તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનું વૈત રહે છે તેટલું તે બધું સાક્ષાત્ પ્રત્યક્ષની માફક પ્રત્યક્ષ છે, બીજાં નથી–પરોક્ષ નથી.
ભાવાર્થ- તથા તે મતિ અને શ્રુતજ્ઞાનમાં પણ એટલી વિશેષતા છે કે જે વખતે તે બે જ્ઞાનોમાંથી કોઈ એક જ્ઞાન દ્વારા સ્વાનુભૂતિ થાય છે તે વખતે એ બન્ને જ્ઞાનો પણ અતીન્દ્રિય સ્વાત્માને પ્રત્યક્ષ કરે છે, તેથી આ બને જ્ઞાનો પણ સ્વાનુભૂતિ વખતે પ્રત્યક્ષ છે-પરોક્ષ નથી.
પ્રશ્ન- આ બાબતમાં બીજા કોઈ શાસ્ત્ર-આધારો છે? ઉત્તર:- હા, મોક્ષમાર્ગ પ્રકાશકમાં ૩૪૮ મા પાને નીચે પ્રમાણે કહ્યું છે –
જે પ્રત્યક્ષ જેવું હોય તેને પણ પ્રત્યક્ષ કહીએ છીએ. જેમ લોકમાં પણ કહીએ છીએ કે અમે સ્વપ્નમાં વા ધ્યાનમાં ફલાણા પુરુષને પ્રત્યક્ષ દીઠો,” હવે તેને પ્રત્યક્ષ દીઠો તો નથી, પરંતુ પ્રત્યક્ષ માફક-પ્રત્યક્ષવત્ [ તે પુરુષને] યથાર્થ દેખ્યો તેથી તેને પ્રત્યક્ષ કહી શકાય; તેમ અનુભવમાં આત્મા પ્રત્યક્ષ માફક યથાર્થ પ્રતિભાસે છે.”
પ્રશ્નકાર- શ્રી કુંદકુંદાચાર્યકૃત શ્રી સમયસાર પરમાગમ છે તેમાં આ બાબતમાં શું કહ્યું છે તે જણાવો ?
ઉત્તરઃ- (૧) શ્રી સમયસારની ગાથા ૪૯ ની ટીકામાં નીચે પ્રમાણે કહ્યું છેઃ
આ પ્રમાણે રસ, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ, સંસ્થાન અને વ્યક્તપણાનો અભાવ હોવા છતાં પણ સ્વસંવેદનના બળથી સદા પ્રત્યક્ષ હોવાથી અનુમાનગોચરમાત્રપણાના અભાવને લીધે (જીવન) અલિંગગ્રહણ કહેવામાં આવે છે.”
પોતાના અનુભવમાં આવતા ચેતનાગુણ વડે સદા અંતરંગમાં પ્રકાશમાન છે તેથી (જીવ) ચેતનાગુણવાળો છે.”
(૨) શ્રી સમયસારની ગાથા ૧૪૩ની ટીકામાં નીચે પ્રમાણે કહ્યું છે:
ટીકા- જેવી રીતે કેવળી ભગવાન, વિશ્વના સાક્ષીપણાને લીધે, શ્રુતજ્ઞાનના અવયવભૂત એવા જે વ્યવહારનિશ્ચયનય પક્ષો તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે પરંતુ, નિરંતર પ્રકાશમાન, સહજ, વિમળ, સકળ કેવળજ્ઞાન વડે સદા પોતે જ વિજ્ઞાનઘન થયા ોઈને, શ્રુતજ્ઞાનની ભૂમિકાના અતિક્રાન્તપણા વડ (અર્થાત્ શ્રુતજ્ઞાનની ભૂમિકાને ઓળંગી ગયા હોવાને લીધે) સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયા હોવાથી, કોઈ પણ નયપક્ષને ગ્રતા નથી, તેવી રીતે જે (શ્રુતજ્ઞાની આત્મા), ક્ષયોપશમથી જેમનું ઊપજવું થાય છે એવા શ્રુતજ્ઞાનાત્મક વિકલ્પો ઉત્પન્ન થતા હોવા છતાં પરનું ગ્રહણ કરવા પ્રતિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com