Book Title: Tattvagyan Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 12
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ ૨ શાસ્ત્રોના અર્થ સમજવાની પદ્ધતિ પં. ટોડરમલઃ આ ભવતરુનું મૂળ એક, જાણો મિથ્યાત્વ ભાવ; તેહને કરી નિર્મૂળ હવે, કરીએ મોક્ષ ઉપાય. આ સંસારરૂપી વૃક્ષનું મૂળ એક મિથ્યાત્વ જ છે. તેથી એનો જડમૂળથી નાશ કરીને જ મોક્ષનો ઉપાય કરી શકાય છે. જે જીવો જૈન છે, જિન-આજ્ઞાને માને છે, તેમને પણ મિથ્યાત્વ કેમ રહે છે?” આપણે આજે આ સમજવું છે, કેમ કે મિથ્યાત્વનો અંશ પણ બૂરો છે અને (એ) સૂક્ષ્મ મિથ્યાત્વ પણ ત્યાગવા યોગ્ય છે. દીવાન રતનચંદ- જે જીવો જૈન છે, અને જિન-આજ્ઞાને માને છે, પછી તેમને મિથ્યાત્વ કેવી રીતે રહી જાય છે? જિનવાણીમાં તો મિથ્યાત્વની પોષક વાત જ નથી. ૫. ટોડરમલ- તમે બરાબર કહો છો. જિનવાણીમાં તો મિથ્યાત્વની પોષક વાત નથી. પરંતુ જે જીવો જિનવાણીનો અર્થ સમજવાની પદ્ધતિ જાણતા નથી, તેઓ એના મર્મને સમજતા નથી. પોતાની જ કલ્પના વડે અન્યથા સમજી લે છે, તેથી તેમને મિથ્યાત્વ છૂટતું નથી. દીવાન રતનચંદ:- તો શું જિનવાણીનો અર્થ સમજવાની કોઈ પદ્ધતિ પણ છે? પં. ટોડરમલ- કેમ નહીં ? દરેક કામ કરવા અને દરેક વાત સમજવા માટે તેની પોતાની એક રીત હોય છે. જ્યાં સુધી આપણે તે રીત (પદ્ધતિ)ને ન સમજી લઈએ ત્યાં સુધી કોઈ પણ કામ સારી રીતે કરી જ ન શકીએ અને કોઈ પણ વાત સાચા સ્વરૂપે સમજી જ ન શકીએ. ૧) Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83