Book Title: Tattvagyan Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 53
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ચૌદ ગુણસ્થાનો બધા જીવોને પાંચ ભાવોમાંથી યથાસંભવ કોઈ ને બે, કોઈને ત્રણ, કોઈને ચાર અને કોઈને પાંચેય ભાવો હોય છે. આ ભાવો આ પ્રમાણે છે: (૧) પથમિક (૨) ક્ષાયિક (૩) ક્ષાયોપથમિક (૪) ઔદયિક અને (૫) પારિણામિકા આ જીવોના નિજભાવ છે. એમાં પ્રારંભના ચાર ભાવો નિશ્ચયનયથી સ્વયં જીવકૃત હોવા છતાં વ્યવહાર નયથી યથાયોગ્ય કર્મોના ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ અને ઉદયનું નિમિત્ત પામીને થાય છે, તેથી એમનાં ઔપશમિક, ક્ષાયિક, લાયોપથમિક અને ઔદયિક એ નામો સાર્થક છે; તથા દરેક જીવના અનાદિનિધન, એકરૂપ, કપાધિનિરપેક્ષ, સહજ સ્વભાવની “પરિણામ” સંજ્ઞા છે અને આવો પરિણામ જ પારિણામિક ભાવ કહેવાય છે. આ પ્રકરણમાં “ગુણ” શબ્દ વડે આ ભાવોનું ગ્રહણ કરવામાં આવ્યું છે. માત્ર મોહ અને યોગના નિમિત્તથી થતા આ ભાવોની (ગુણોની) તારતમ્યતા વડે જે ચૌદ “સ્થાન' બને છે, તેને ચૌદ ગુણસ્થાનો કહે છે, તે નીચે પ્રમાણે છે: (૧) મિથ્યાત્વ (૨) સાસાદન (૩) મિશ્ર (૪) અવિરત સમ્યકત્વ (૫) દેશવિરત (૬) પ્રમત્ત સંયત (૭) અપ્રમત્ત સંયત (૮) અપૂર્વકરણ (૯) અનિવૃત્તિકરણ (૧૦) સૂક્ષ્મસામ્પરાય (૧૧) ઉપશાન્તકષાય (૧૨) ક્ષીણકષાય (૧૩) યોગકેવળી જિન (૧૪) અયોગકેવળી જિન. (૧) મિથ્યાત્વ - મિથ્યા પદનો અર્થ વિતથ, વ્યલીક, વિપરીત અને અસત્ય છે. જે જીવોની પ્રયોજનભૂત જીવાદિ પદાર્થો સંબંધી શ્રદ્ધા અસત્ય હોય ૧. નિચ્છી સાસન નિસ્સો, વિરઃ સમ્મીય રેશવિરોય | विरदा पमत्त ईदरो, अपुव्व अणियट्ठि सुहमो य ।। ९ ।। उवसंत खीणमोहो, सजोग केवलि जिणो अयोगीय । चउदस जीव समासा, कमेण सिद्धा य णादव्वा ।। १०।। -ગોમ્મસાર જીવકાંડ ૫૧ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83