Book Title: Tattvagyan Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 68
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આગ્રહ કર્યો, પરંતુ તેઓ તો ઈન્દ્રિય-નિગ્રહનો નિશ્ચય કરી ચૂક્યાં હતા. ચારે બાજુથી એમને ગૃહસ્થ-જીવનના બંધનમાં બાંધવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ અબંધસ્વભાવી આત્માનો આશ્રય લઈને સંસારનાં સર્વ બંધનોથી મુક્ત થવાનો તેમણે નિશ્ચય કરી લીધો હતો. જેણે મોહેંપાશને તોડી નાખ્યો હોય તેને કોણ બાંધી શકે ? પરિણામે ત્રીસ વર્ષની ભરયૌવન અવસ્થામાં માગશર વદી દશમને દિવસે એમણે ઘર-બારનો ત્યાગ કર્યો. નગ્ન દિગંબર બની નિર્જન વનમાં આત્મસાધનામાં લવલીન થઈ ગયા. એમના તપ (દીક્ષા ) કલ્યાણકના શુભ-પ્રસંગ પર લૌકાંતિક દેવોએ આવીને વિનયપૂર્વક એમના આ કાર્યની ભક્તિપૂર્વક પ્રશંસા કરી. મુનિરાજ વર્ધમાન મૌન રહેતા હતા, કોઈની સાથે વાતચીત કરતા ન હતા. નિરંતર આત્મચિન્તનમાં જ લાગ્યા રહેતા હતા. એટલે સુધી કે સ્નાન અને દત્તધોવનનાં વિકલ્પથી પણ દૂર રહેતા હતા. શત્રુ અને મિત્રમાં સમભાવ રાખવાવાળા મુનિરાજ મહાવીર ગિરિ-કન્દરાઓમાં વાસ કરતા હતા. ઠંડી, ગરમી, વર્ષા વગેરે ઋતુઓના પ્રચંડ વેગથી તેઓ જરા પણ ચલાયમાન થતા ન હતા. એમની સૌમ્યમૂર્તિ, સ્વભાવિક સરળતા, અહિંસામય જીવન અને શાંત સ્વભાવને જોઈને બહુધા જંગલી પશુઓ પણ સ્વભાવગત વેર-વિરોધ છોડીને સામ્યભાવ ધારણ કરતાં હતાં. સાપ અને નોળિયો તથા ગાય અને સિંહુ એક ઘાટ પર પાણી પીતાં હતાં. જ્યાં તેઓ રહેતા ત્યાં વાતાવરણ સહજ શાંતિમય બની જતું હતું. કદાચિત કોઈવાર ભોજનનો વિકલ્પ ઊઠતો તો અનેક અટપટી પ્રતિજ્ઞાઓ લઈને તેઓ ભોજન માટે નજીકના નગર તરફ આવતા. જો કોઈ શ્રાવક એમની પ્રતિજ્ઞાઓને અનુરૂપ શુદ્ધ સાત્ત્વિક આહાર નવધા-ભક્તિપૂર્વક આપે તો અત્યંત સાવધાનીપૂર્વક અનાસક્ત ભાવથી ઊભા-ઊભા આહાર ગ્રહણ કરી તરત જ વનમાં પાછા ચાલ્યા જતા હુતા. મુનિરાજ મહાવીરનો આહાર એક વખત અતિ વિપત્તિભરી સ્થિતિને પામેલ સતી ચંદનબાળાના હાથે પણ થયો હતો. ૬૬ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83