Book Title: Tattvagyan Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 72
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates છે. એમણે સત્યની સ્થાપના નહીં, સત્યનું ઉદ્દઘાટન કર્યું છે. એમણે કોઈ નવો ધર્મ સ્થાપિત કર્યો નથી. ધર્મ તો વસ્તુના સ્વભાવને કહે છે. વસ્તુનો સ્વભાવ બનાવી શકાતો નથી. જે બનાવી શકાય તે સ્વભાવ કેવો? તે તો જાણી શકાય છે. કર્તુત્વના અહંકારથી અને પોતાપણાના મમકારથી દૂર રહીને જે સ્વ અને પારને, સંપૂર્ણપણે અપ્રભાવિત રહીને, એક સમયમાં પરિપૂર્ણ જાણે તે જ ભગવાન છે. તીર્થકર ભગવાન વસ્તુના સ્વરૂપને જાણે છે, બતાવે છે, પરંતુ બનાવતા નથી. તેઓ તીર્થકર હતા. એમણે ધર્મતીર્થનું પ્રવર્તન કર્યું. એમણે જે ઉપદેશ આપ્યો તેને આચાર્ય સમન્તભદ્ર સર્વોદય તીર્થ કહ્યું છે:सर्वान्तवत् तद्गुण मुख्य कल्पम्। સર્વાન્ત શૂન્ય ૨ મિથોનપેક્ષન્ सर्वापदामन्तकरं निरन्तम्। सर्वोदयं तीर्थमिदं तवैव।। હે ભગવાન મહાવીર! આપના સર્વોદય તીર્થમાં (વસ્તુના) સર્વ ધર્મોનું કથન છે. એમાં મુખ્ય અને ગૌણની વિપક્ષાપૂર્વક વ્યાખ્યાન છે, તેથી કોઈ (પૂર્વાપર) વિરોધ આવતો નથી, પરંતુ અન્ય વાદીઓનાં કથન નિરપેક્ષ હોવાથી સંપૂર્ણપણે વસ્તુસ્વરૂપનું પ્રતિપાદન કરવામાં અસમર્થ છે. આપનું શાસન (તત્ત્વોપદેશ) સર્વ આપદાઓનો નાશ કરવામાં અને સમસ્ત સંસારી પ્રાણીઓને સંસાર-સાગરથી પાર કરવામાં સમર્થ છે, તેથી સર્વોદય તીર્થ છે. જેમાં સર્વનો ઉદય હોય તે જ સર્વોદય છે. તીર્થંકર મહાવીરે જે સર્વોદય તીર્થનું પ્રશાસન કર્યું, એના જે ધર્મતત્ત્વને લોકોની સામે રાખ્યું, એમાં કોઈપણ પ્રકારની સંકુચિતતા કે સીમા ન હતાં. આત્મધર્મ સર્વ આત્માઓ માટે છે. ધર્મને માત્ર મનુષ્ય સાથે જોડવો એ પણ એક પ્રકારની સંકુચિતતા છે. તે તો પ્રાણીમાત્રનો ધર્મ છે “માનવધર્મ” ૧. યુકત્યનુશાસન, શ્લોક ૬ર. છO Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83