Book Title: Tattvagyan Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 73
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શબ્દ પણ પૂર્ણ ઉદારતાનો સૂચક નથી. તે પણ ધર્મના ક્ષેત્રને માનવસમાજ સુધી જ મર્યાદિત કરી દે છે, જ્યારે ધર્મનો સંબંધ સમસ્ત ચેતનસૃષ્ટિ સાથે છે, કારણ કે સર્વ પ્રાણીઓ સુખ અને શાન્તિથી રહેવા ઈચ્છે છે. તીર્થકર ભગવાન મહાવીરે પ્રત્યેક વસ્તુની પૂર્ણ સ્વતંત્ર સત્તાનું પ્રતિપાદન કર્યું છે, અને એ પણ સ્પષ્ટ કર્યું છે કે પ્રત્યેક વસ્તુ સ્વયં પરિણમનશીલ છે. એના પરિણમનમાં પર પદાર્થનો કોઈ હસ્તક્ષેપ નથી. એટલે સુધી કે પરમપિતા પરમેશ્વર (ભગવાન) પણ એની સત્તાનો કર્તા-હર્તા નથી. જન-જનની જ નહીં, બલ્ક કણ-કણની સ્વતંત્ર સત્તાની ઉદ્ઘોષણા તીર્થકર મહાવીરની વાણીમાં થઈ છે. બીજાના પરિણમન અથવા કાર્યમાં હસ્તક્ષેપ કરવાની ભાવના જ મિથ્યા, નિલ અને દુઃખનું કારણ છે; કારણ કે સર્વ જીવોનાં દુઃખ-સુખ, જીવન-મરણના કર્તા બીજાને માનવા તે અજ્ઞાન છે. એ જ કહ્યું છેઃसर्व सदैव नियतं भवति स्वकीय कर्मोदयान्मरणजीवितदुःखसौख्यम्।। अज्ञानमेतदिह यत्तु परः परस्य દુર્યાપુમરણનીવિત૬:સૌરધ્યમ્ II જો એક પ્રાણીને બીજાના દુઃખ-સુખ અને જીવન-મરણના કર્તા માનવામાં આવે તો પછી પોતે કરેલાં શુભાશુભ કર્મ નિષ્ફળ સાબિત થશે. કારણ કે પ્રશ્ન એ છે કે આપણે બૂરાં કર્મ કરીએ અને કોઈ અન્ય વ્યક્તિ, ભલે તે ખૂબ શક્તિશાળી હોય, શું તે આપણને સુખી કરી શકે છે? એ જ પ્રમાણે આપણે સારાં કર્મ કરીએ અને કોઈ અન્ય વ્યક્તિ, ભલે તે ઈશ્વર જ કેમ ન હોય, શું તે આપણું બૂરું કરી શકે છે? જો હા, તો પછી ભલાં કામ કરવા અને બૂરાં કાર્યોથી ડરવું એ બધું વ્યર્થ છે, કારણ કે એનાં ફળ ભોગવવાનું તો આવશ્યક છે જ નહીં! અને જો એ સત્ય છે કે આપણે આપણા પોતાના ભલાં-બૂરાં કર્મોનું ફળ ભોગવવું જ પડે તો પછી હસ્તક્ષેપની કલ્પના નિરર્થક છે. ૧. આચાર્ય અમૃતચંદ્ર : સમયસાર કળશ, ૧૬૮ ૭૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83