Book Title: Tattvagyan Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 69
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આ પ્રમાણે અંતર્બાહ્ય ઘોર તપશ્ચરણ કરતાં કરતાં બાર વર્ષ વીતી ગયાં. બેતાલીસ વર્ષની અવસ્થામાં વૈશાખ સુદી દશમને દિવસે આત્મનિમગ્નતાની દશામાં એમણે અંતરમાં વિધમાન સૂક્ષ્મ રાગનો પણ અભાવ કરી પૂર્ણ વીતરાગ દશા પ્રાપ્ત કરી લીધી. પૂર્ણ વીતરાગતા પ્રાપ્ત થતાં જ એમને પરિપૂર્ણ જ્ઞાન (કેવલજ્ઞાન )ની પણ પ્રાપ્તિ થઈ. મોહ-રાગ-દ્વેષરૂપી શત્રુઓને સંપૂર્ણપણે જીતી લેવાથી તેઓ સાચા મહાવીર બન્યા. પૂર્ણ વીતરાગી અને સર્વજ્ઞ થઈ ગયા તેથી તેઓ ભગવાન કહેવાયા. તે જ સમયે તીર્થંકર નામના મહા પુણ્યોદયથી તેમને તીર્થંકર પદની પ્રાપ્તિ થઈ અને તેઓ તીર્થંકર ભગવાન મહાવીરના નામે પ્રસિદ્ધ થયા. તેમનો ઉપદેશ શ્રાવણ વદી એકમના દિવસે શરૂ થયો. આ જ કારણને લીધે આ દિવસે આખાય ભારતવર્ષમાં વીર-શાસન જયંતી મનાવવામાં આવે છે. એમનો તત્ત્વોપદેશ થવા માટે ઈન્દ્રની આજ્ઞાથી કુબેરે સમવસરણની રચના કરી. તીર્થંકરની ધર્મસભાને ‘સમવસરણ' કહેવામાં આવે છે. એમની ધર્મસભામાં પ્રત્યેક પ્રાણીને જવાનો અધિકાર હતો. નાના-મોટાનો કોઈ ભેદ ન હતો. જેનો આચાર અહિંસક હોય, જેણે અભિપ્રાયમાં વસ્તુ-તત્ત્વનો સ્પર્શ કર્યો હોય, તથા જે પોતામાં ઊતરી ગયો હોય, તે ભલે ચાંડાળ હોય તોપણ તે માનવી જ નહીં, દેવથી પણ અધિક છે. કહ્યું પણ છેઃ सम्यग्दर्शन सम्पन्नमपि मातंग देहजम् । देवादेवं विदुर्भस्म, गूढांगारान्तरौजसम् ।।' એમની ધર્મસભામાં રાજા-રંક, ગરીબ-અમીર, ગોરા-કાળા સર્વ માનવીઓ એકી સાથે બેસીને ધર્મ-શ્રવણ કરતાં હતાં. એટલે સુધી કે તેમાં માનવો-દેવોની સાથે સાથે પશુઓને બેસવાની પણ વ્યવસ્થા હતી અને ઘણાં પશુગણ પણ શાન્તિપૂર્વક ધર્મશ્રવણ કરતાં હતાં. સર્વપ્રાણી-સમભાવ જેવો મહાવી૨ની ધર્મસભામાં જોવામાં આવતો હતો તેવો અન્યત્ર દુર્લભ છે. એમણે સ્થાપિત કરેલા ચતુર્વિધ સંઘમાં મુનિસંઘ ૧. આચાર્ય સમન્તભદ્ર : રત્નકરણ્ડ શ્રાવકાચાર, શ્લોક ૨૮ ૬૭ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83