Book Title: Tattvagyan Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 56
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સાથે જ્યાં સુધી આ જીવને અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા અને લોભના ઉદયવશ અવિરતિરૂપ પરિણામ હોય છે ત્યાં સુધી તેને અવિરત સમ્યકત્વ નામનું ચોથું ગુણસ્થાન રહે છે. અવિરત સમ્યગ્દષ્ટિ આત્મજ્ઞાનથી સંપન્ન હોવાના કારણે અભિપ્રાયની અપેક્ષાએ વિષયો પ્રત્યે સહજપણે ઉદાસીન હોય છે. ચરણાનુયોગ અનુસાર આચરણમાં તેને પંચેન્દ્રિયોના વિષયોનો તથા ત્ર-સ્થાવર જીવોના ઘાતનો ત્યાગ હોતો નથી, તેથી તેને બાર પ્રકારની અવિરતિ હોય છે. (૫) દેશવિરત ચોથા ગુણસ્થાનવર્તી સમ્યગ્દષ્ટિ જીવ પોતાના આત્માની શુદ્ધ પરિણતિની સ્વસમ્મુખ પુરુષાર્થ વડે વૃદ્ધિ કરતો થકો પાંચમા ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. તેને આત્માનો નિર્વિકલ્પ અનુભવ (ચોથા ગુણસ્થાનની અપેક્ષાએ) જલદી–જલદી થવા લાગે છે અને અપ્રત્યાખ્યાનાવરણ કષાયનો અભાવ થઈ જાય છે. આત્મિક શાંતિ વધી જવાને કારણે પરથી ઉદાસીનતા વધી જાય છે તથા સહજ દેશવ્રતના શુભ ભાવ થાય છે. તેથી તે શ્રાવકનાં વ્રતોનું યથાવત્ પાલન કરે છે, પરંતુ પોતાની શુદ્ધ પરિણતિ વિશેષ ઉગ્ર નહીં હોવાથી તથા પ્રત્યાખ્યાનાવરણ કષાયનો સદુભાવ બની રહેતો હોવાથી ભાવરૂપ મુનિપદનો અધિકારી થઈ શકતો નથી. આ અવસ્થા જ દેશવિરત નામનું પાંચમું ગુણસ્થાન છે. અને બતાવ્રત અથવા સંયતાસયત ગુણસ્થાન પણ કહે છે, કેમ કે અંતરંગમાં નિશ્ચય વતાવ્રત વા નિશ્ચય સંયમસંયમરૂપ દશા હોય છે અને બહારમાં એક જ સમયમાં ત્રસવધથી વિરત અને સ્થાવરવધથી અવિરત રહે છે. આ ગુણસ્થાનવર્તી શ્રાવકને અણુવ્રત નિયમથી હોય છે. અગિયારમી પ્રતિમાધારી આત્મજ્ઞાની ક્ષુલ્લક, એલક અને આર્જિકા આ ગુણસ્થાનમાં આવે છે. (૬) પ્રમત્તસંયત જે સમ્યગ્દષ્ટિ જ્ઞાની પુરુષે નિજ દ્રવ્યાશ્રિત પુરુષાર્થ દ્વારા પાંચમાં ગુણસ્થાન કરતાં અધિક શુદ્ધિ પ્રાપ્ત કરીને નિશ્ચય સકલ સંયમ પ્રગટ કર્યો છે અને સાથે સાથે કાંઈક પ્રમાદ પણ વર્તતો હોય છે તેને ૫૪ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83