Book Title: Tattvagyan Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 64
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates એમના વ્યક્તિત્વને શોધવું એ નિરર્થક છે. એવી કઈ લૌકિક ઘટના બાકી છે જે એમના અનન્ત પૂર્વભવોમાં એમની સાથે ન ઘટી હોય? મહાવીરનો જન્મ વૈશાલી ગણતન્ત્રના પ્રસિદ્ધ રાજનેતા લિચ્છવિ રાજા સિદ્ધાર્થની રાણી ત્રિશલાના ઉદરથી કુંડગ્રામમાં થયો હતો. એમનાં માતા વૈશાલી ગણતંત્રના અધ્યક્ષ રાજા ચેટકની પુત્રી હતાં. તેઓ આજથી ૨૫૭૧ વર્ષ પહેલાં ચૈત્ર સુદી તેરસના દિવસે નાથ (જ્ઞાતૃ) વંશીય ક્ષત્રિય કુળમાં જન્મ્યા હતા. મહાવીરનું નામ તેમનાં માતા-પિતાએ એમને નિત્ય વૃદ્ધિંગત થતા જોઈ વર્ધમાન રાખ્યું હતું. એમના જન્મનો ઉત્સવ એમનાં માતા-પિતા અને પરિજન-નગરજનોએ તો ખૂબ ઉત્સાહપૂર્વક ઊજવ્યો હતો જ, સાથે સાથે ભાવી તીર્થંકર હોવાથી ઈન્દ્રો અને દેવોએ પણ આવીને મહાન ઉત્સવ કર્યો હતો. જેને જન્મકલ્યાણક મહોત્સવ કહે છે. ઈન્દ્ર એમને ઐરાવત હાથી ૫૨ બેસાડીને બહુ ભવ્ય ઠાઠ-માઠપૂર્વક જન્માભિષેક કર્યો હતો, જેનું વિસ્તૃત વર્ણન જૈન પુરાણોમાં ઉપલબ્ધ છે. એમના તીર્થંકરત્વની જાણ તો તેઓ ગર્ભમાં આવ્યા તે પહેલાં જ થઈ હતી. એક દિવસે રાતના પાછલા પહોરે શાન્તચિત્ત નિદ્રાવસ્થામાં પ્રિયકારિણી માતા ત્રિશલાએ મહાન શુભનાં સૂચક નીચે દર્શાવેલાં સુંદર સોળ સ્વપ્નો દેખ્યાં: (૧) મદોન્મત્ત હાથી, (૨) ઊંચી કાંધવાળો સફેદ બળદ, (૩) ગર્જતો સિંહ, (૪) કમલના સિંહાસન પર બેઠેલી લક્ષ્મી, (૫) બે સુગંધીદાર માળાઓ, (૬) નક્ષત્રોની સભામાં બેઠેલો ચંદ્ર, (૭) ઊગતો સૂર્ય, (૮) કમળનાં પાંદડાંથી ઢંકાયેલા બે સુવર્ણ કલશ, (૯) જળાશયમાં ક્રીડા કરતું મીન-યુગલ. (૧૦) સ્વચ્છ જળથી ભરેલું જળાશય, (૧૧) ગંભીર ગર્જના કરતો સાગર, (૧૨ ) મણિ-જડિત સિંહાસન, (૧૩) રત્નોથી પ્રકાશતું દેવ-વિમાન, (૧૪) ધરણેન્દ્રનું ગગનચુંબી વિશાલ ભવન, (૧૫) રત્નોની રાશિ અને (૧૬) નિર્ધમ અગ્નિ. સવારની ક્રિયાઓથી નિવૃત્ત થઈને માતા ત્રિશલાએ જ્યારે રાજા દર Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83