________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જે અંતરંગ દષ્ટિથી જ્ઞાનશરીરી (કેવલજ્ઞાનનો પુંજ) અને બહિરંગ દષ્ટિથી તપ્તાયમાન સુવર્ણ સમાન તેજોમય શરીરયુક્ત હોવા છતાં શરીરથી રહિત છે; અનેક જ્ઞય તેમના જ્ઞાનમાં ઝળકે છે–તેથી વિચિત્ર (અનેકરૂપ) હોવા છતાં પણ એક (અખંડ) છે; મહારાજા સિદ્ધાર્થના પુત્ર હોવા છતાં પણ અજન્મા છે; અને કેવલજ્ઞાન તથા સમવસરણાદિ લક્ષ્મીથી સંપન્ન હોવા છતાં પણ સંસારના રાગથી રહિત છે. આ પ્રકારનાં આશ્ચર્યોના નિધાન એવા તે ભગવાન મહાવીરસ્વામી મારા (અમારા) નયનપથગામી બને અર્થાત્ મને (અમને) દર્શન આપે. ૫.
જેમની વાણીરૂપી ગંગા વિવિધ પ્રકારના નયરૂપી કલ્લોલોને લીધે નિર્મળ છે અને અગાધ જ્ઞાનરૂપી જળથી જગતની જનતાને સ્નાન કરાવતી રહે છે, તથા આ સમયે પણ વિદ્વજ્જનરૂપી હંસો વડે પરિચિત છે; તે ભગવાન મહાવીર સ્વામી મારા (અમારા) નયનપથગામી બને અર્થાત્ મને (અમને) દર્શન આપે. ૬.
જેનો વેગ દુર્નિવાર છે અને જેણે ત્રણ લોકને જીતી લીધા છે, એવા કામરૂપી સુભટને જેમણે પોતે આત્મબળ વડે કુમાર અવસ્થામાં જ જીતી લીધો છે, પરિણામસ્વરૂપે જેમને અનન્ત-શક્તિનું સામ્રાજ્ય અને શાશ્વત સુખ પ્રગટ થઈ રહ્યું છે; તે ભગવાન મહાવીરસ્વામી મારા (અમારા) નયનપથગામી બને અર્થાત્ મને (અમને) દર્શન આપે. ૭.
જેઓ મહા મોહરૂપી રોગને શાન્ત કરવા માટે નિરપેક્ષ વૈધ છે, જેઓ જીવમાત્રના નિઃસ્વાર્થ બન્યું છે, જેમની મહિમાથી આખુંય વિશ્વ પરિચિત છે, જેઓ મહામંગળના કરવાવાળા છે, તથા ભવ-ભય વડે ભયભીત સાધુઓને જેઓ શરણરૂપ છે; તે ઉત્તમ ગુણોના ધરનારા ભગવાન મહાવીર સ્વામી મારા (અમારા) નયનપથગામી બને અર્થાત્ મને (અમને) દર્શન આપે. ૮.
કવિવર ભાગચંદે ભક્તિપૂર્વક રચેલા આ મહાવરાષ્ટક સ્તોત્રનો જે પાઠ કરશે વા સાંભળશે તે પરમગતિ (મોક્ષ) ને પ્રાપ્ત થશે. પ્રશ્ન:
૧. આપને મનપસંદ કોઈ એક છંદ અર્થ સહિત લખો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com