Book Title: Tattvagyan Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 15
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દીવાન રતનચંદ તો જિનવાણીમાં વ્યવહારનું કથન કર્યું જ શા માટે? પં. ટોડરમલઃ- વ્યવહાર વિના પરમાર્થ સમજાવી શકાતો નથી, તેથી અસત્યાર્થ હોવા છતાં પણ જિનવાણીમાં વ્યવહારનું કથન કરવામાં આવેલું છે. દીવાન રતનચંદ- વ્યવહાર વિના નિશ્ચયનો ઉપદેશ કેમ થઈ શકતો નથી? પં. ટોડરમલ- નિશ્ચયનયથી તો આત્મા પરદ્રવ્યોથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન સ્વયંસિદ્ધ વસ્તુ છે; તેને જે ન ઓળખતો હોય તેને એમ જ કહ્યા કરીએ તો તે સમજે નહીં. તેથી તેને સમજાવવા વ્યવહારથી શરીરાદિક પરદ્રવ્યોની સાપેક્ષતા વડ નર-નારકાદિરૂપ જીવના ભેદ કર્યા તથા મનુષ્ય જીવ, નારકી જીવ ઈત્યાદિ-રૂપે જીવની ઓળખાણ કરાવી. એ જ પ્રમાણે અભેદ વસ્તુમાં ભેદ ઉપજાવી સમજાવ્યું. જેમકે-જાણવાવાળો તે જીવ, દેખવાવાળો તે જીવ-એમ જીવના જ્ઞાનાદિ ગુણપર્યાયરૂપ ભેદ કરીને સ્પષ્ટ સમજાવવામાં આવ્યું. જે પ્રમાણે સ્વેચ્છને મ્લેચ્છ ભાષા વિના સમજાવી શકાતો નથી, તે જ પ્રમાણે વ્યવહારી જનોને વ્યવહાર વિના નિશ્ચયનું જ્ઞાન કરાવી શકાતું નથી. દીવાન રતનચંદ- તો અમારે કયા પ્રકારે માનવું? પં. ટોડરમલ- જ્યાં નિશ્ચયનયની મુખ્યતાથી વ્યાખ્યાન હોય, તેને તો “સત્યાર્થ એમ જ છે” એમ જાણવું અને જ્યાં વ્યવહારનયની મુખ્યતાથી વ્યાખ્યાન હોય, તેને “એમ નથી, પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે” એમ જાણવું. દીવાન રતનચંદ- વ્યવહારનય પરને ઉપદેશ કરવામાં જ કાર્યકારી છે કે પોતાનું પણ પ્રયોજન સાધે છે? પં. ટોડરમલ- પોતે પણ જ્યાં સુધી નિશ્ચયનય વડે પ્રરૂપિત વસ્તુને ન ઓળખે ત્યાં સુધી વ્યવહાર-માર્ગ વડે વસ્તુનો નિશ્ચય કરે. તેથી નીચલી દશામાં વ્યવહારનય પોતાને પણ કાર્યકારી છે; પરંતુ વ્યવહારને ૧૩ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83