Book Title: Tattvagyan Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 30
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જે પદાર્થમાં કાર્યની નિષ્પત્તિ થાય તેને ઉપાદાન અને તે કાર્યને ઉપાદેય કહે છે, અને નિમિત્તની અપેક્ષાએ કથન કરીએ તો તે જ કાર્યને નૈમિત્તિક કહે છે. એક જ કાર્યને ઉપાદાનકારણની અપેક્ષાએ કથન કરીએ તો ઉપાદેય અને નિમિત્તકા૨ણની અપેક્ષાએ કથન કરીએ તો નૈમિત્તિક કહેવામાં આવે છે. જિજ્ઞાસુઃ ઉપાદાન-ઉપાદેય અને નિમિત્ત-નૈમિત્તિકને કૃપા કરી ઉદાહરણ આપીને સમજાવો. પ્રવચનકાર: સાંભળો ! જેમ કે–‘ઘટ’ કાર્યનું ઉપાદાનકારણ માટીરૂપ દ્રવ્ય છે. અહીં ‘માટી ’ ઉપાદાન છે, તેથી તેની અપેક્ષાએ કથન કરતાં ‘ઘટ’ કાર્ય ‘ ઉપાદેય ’કહેવામાં આવે તથા ‘ઘટ' કાર્યનાં કુંભાર, ચક્રાદિ નિમિત્તકારણ છે. નિમિત્તોની અપેક્ષાએ કથન કરતાં તે જ ‘ઘટ’ કાર્યને ‘નૈમિત્તિક' કહેવામાં આવે. અહીં ઉપાદેય શબ્દનો પ્રયોગ ‘ગ્રહણ કરવા યોગ્ય' એ અર્થમાં નથી. અહીં તો નિમિત્તની અપેક્ષાએ જે કાર્યને નૈમિત્તિક કહેવામાં આવે છે તે જ કાર્યને પોતાના ઉપાદાનની અપેક્ષાએ ઉપાદેય કહેવામાં આવે છે. આશા છે હવે આપ સૌની સમજમાં આવી ગયું હશે. જિજ્ઞાસુઃ હા, આવી ગયું! બરાબર સમજમાં આવી ગયું!! પ્રવચનકાર: " તો ‘સુવર્ણહાર' અને ‘સમ્યગ્દર્શન ' રૂપ કાર્યનાં ઉપાદાન-ઉપાદેય અને નિમિત્ત-નૈમિત્તિક બતાવો. જિજ્ઞાસુઃ સુવર્ણરૂપ દ્રવ્ય ઉપાદાન છે અને ‘હાર’ ( સુવર્ણહા૨ ) ઉપાદેય છે. અગ્નિ, સોની વગેરે નિમિત્ત છે અને ‘હાર' નૈમિત્તિક છે. એ જ પ્રમાણે આત્મદ્રવ્ય વા શ્રદ્ધાગુણ ઉપાદાન છે અને સમ્યગ્દર્શન ઉપાદેય છે, મિથ્યાત્વ કર્મનો અભાવ નિમિત્ત છે અને સમ્યગ્દર્શન નૈમિત્તિક છે. ૨૮ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83