Book Title: Tattvagyan Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 38
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates થાય છે તથા શુભાશુભ ભાવોની પરિણિતમાં જ આ આત્મા ફસાઈ ( બંધાઈ ) રહ્યો છે. જ્યાં સુધી આત્મા પોતાના સ્વભાવને ઓળખી આત્મનિષ્ઠ ન થાય ત્યાં સુધી મુખ્યપણે મોહ-રાગ-દ્વેષની ઉત્પત્તિ થયા જ કરે. એની ઉત્પત્તિ રોકાઈ જાય એનો એકમાત્ર ઉપાય ઉપલબ્ધ જ્ઞાનનું આત્મકેન્દ્રિત થવું એ જ છે. એનાથી જ શુભાશુભ ભાવોનો અભાવ થઈ વીતરાગ ભાવ ઉત્પન્ન થાય અને તેથી એક સમય એવો આવે કે સમસ્ત મોહ-રાગ-દ્વેષનો અભાવ થતાં આત્મા વીતરાગપરિણતિરૂપ પરિણમી જાય. બીજા શબ્દોમાં કહીએ તો આત્મા પૂર્ણ જ્ઞાનાનંદમય પર્યાયરૂપ પરિણમી જાય. આ વૈચારિક પ્રક્રિયા જ તત્ત્વવિચારની શ્રેણી છે. સ્વાનુભૂતિ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા નિરંતર તત્ત્વમંથનની પ્રક્રિયા છે. પરંતુ તત્ત્વમંથનરૂપ વિકલ્પોથી પણ આત્માનુભૂતિ પ્રાપ્ત થાય નહીં, કેમ કે કોઈ પણ વિકલ્પ એવો નથી જે આત્માનુભૂતિ પ્રાપ્ત કરાવી દે. આત્માનુભૂતિ પ્રાપ્ત કરવા માટે સમસ્ત જગત ઉપરથી ષ્ટિ હઠાવી લેવી પડે. સમસ્ત જગતથી એમ કહેવાનો આશય એ છે કે આત્માથી ભિન્ન શરીર, કર્મ વગેરે જડ (અચેતન ) દ્રવ્ય તો ૫૨ છે જ, પોતાના આત્મા સિવાય અન્ય ચેતન પદાર્થ પણ પર છે તથા આત્મામાં પ્રત્યેક સમયે ઉત્પન્ન થતી વિકારી-અવિકારી પર્યાયો (દશા) પણ દૃષ્ટિનો વિષય બની શકતી નથી. એ બધાથી પણ ભિન્ન અખંડ ત્રિકાળી ચૈતન્ય ધ્રુવ આત્મતત્ત્વ છે તે જ એકમાત્ર દષ્ટિનો વિષય છે અને તેના જ આશ્રયે આત્માનુભૂતિ પ્રગટ થાય છે કે જેને ધર્મ કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો રંગ, રાગ અને ભેદથી પણ ભિન્ન ચેતનતત્ત્વ છે. રંગ એટલે પુદગલાદિ પ૨ પદાર્થ, રાગ એટલે આત્મામાં ઊઠતા શુભાશુભરૂપ રાગાદિ વિકારી ભાવ, અને ભેદ એટલે ગુણ-ગુણી ભેદ અને જ્ઞાનાદિ ગુણોના વિકાસ સંબંધી તારતમ્યરૂપ ભેદ; આ બધાથી ભિન્ન જ્ઞાનાનન્દ સ્વભાવી ધ્રુવ તત્ત્વ છે, તે જ એકમાત્ર આશ્રય કરવા યોગ્ય તત્ત્વ છે. તેના પ્રતિ વર્તમાન જ્ઞાનના ઉઘાડનું સર્વસ્વ સમર્પણ કરી દેવું એ જ આત્માનુભૂતિનો સાચો ઉપાય છે. ૩૬ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83