Book Title: Tattvagyan Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 47
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates જિજ્ઞાસુઃ આ તો આત્માની શુદ્ધ પર્યાયની વાત થઈ. આત્માના વિકારી ભાવો અને જ્ઞાનાવરણાદિ કર્મોમાં તો પરસ્પર કારકપણાનો સંબંધ હોય છે! પ્રવચનકાર : નહીં, બધાં દ્રવ્યોની પ્રત્યેક પર્યાયમાં છ કારકો નિશ્ચયથી પોતાનાં પોતાનામાં જ વર્તે છે, તેથી આત્મા અને પુદ્દગલ-ભલે તે શુદ્ધ દશામાં હોય કે અશુદ્ધ દશામાં, છ યે કારકરૂપ પોતે જ પરિણમન કરે છે, અન્ય કારકોની (નિમિત્ત કારણોની ) અપેક્ષા રાખતાં નથી. કુન્દકુન્દ્રાચાર્યદેવે પોતાના ‘પંચાસ્તિકાય ’ નામના મહાગ્રંથમાં આનો ઉલ્લેખ કર્યો છે. પંચાસ્તિકાયની ૬૨ મી ગાથાની ટીકા લખતાં અમૃતચંદ્રાચાર્યદેવે ખૂબ સ્પષ્ટ ખુલાસો કર્યો છે જે આ પ્રમાણે છે : (૧) પુદ્ગલ સ્વતંત્રપણે દ્રવ્યકર્મને કરતું હોવાથી પુદ્ગલ પોતે જ કર્તા છે; (૨) દ્રવ્યકર્મને પ્રાપ્ત કરતું પહોંચતું હોવાથી દ્રવ્યકર્મ કર્મ છે, અથવા દ્રવ્યકર્મથી પોતે અભિન્ન હોવાથી પુદ્દગલ પોતે જ કર્મ (કાર્ય) છે; (૩) પોતે દ્રવ્યકર્મરૂપે પરિણમવાની શક્તિવાળું હોવાથી પુદ્દગલ પોતે જ કરણ છે; (૪) પોતાને દ્રવ્યકર્મરૂપ પરિણામ અર્પણ કરતું હોવાથી પુદ્દગલ પોતે જ સંપ્રદાન છે; ( ૫ ) પોતાનામાંથી પૂર્વ પરિણામનો વ્યય કરીને દ્રવ્યકર્મરૂપ પરિણામ કરતું હોવાથી તથા પુદ્દગલ દ્રવ્યરૂપે ધ્રુવ રહેતું હોવાથી પુદ્દગલ પોતે જ અપાદાન છે; (૬) પોતાનામાં અર્થાત્ પોતાના આધારે દ્રવ્યકર્મ કરતું હોવાથી પુદ્દગલ પોતે જ અધિકરણ છે. - તે જ પ્રમાણે (૧) જીવ સ્વતંત્રપણે જીવભાવને કરતો હોવાથી જીવ પોતે જ કર્તા છે; (૨) જીવભાવને પ્રાપ્ત કરતો-પહોંચતો હોવાથી જીવભાવ કર્મ છે અથવા જીવભાવથી પોતે અભિન્ન હોવાથી જીવ પોતે જ કર્મ છે; (૩) પોતે જીવભાવરૂપે પરિણમવાની શક્તિવાળો હોવાથી જીવ પોતે જ કરણ છે; (૪) પોતાને જીવભાવ અર્પણ કરતો હોવાથી જીવ પોતે જ સંપ્રદાન છે; (૫) પોતાનામાંથી પૂર્વ ભાવનો વ્યય કરીને ૪૫ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83