________________
કઠણ નથી પરંતુ સરલ ભાષામાં જ સારા સારા ગંભીર વિષયે કહેલ છે. આ ગ્રંથમાં અધ્યાત્મ સંબંધી વિશેષ વિવેચન જણાય છે અને પિતાના નામ સાથે “વીતરાગ” વિશેષણ વાપરેલ છે તે ઉપરથી એમ લાગે છે આ ગ્રન્થ પહેલાંના ગ્રન્થ કરતાં ઘણા વખત પછીથી રએ હશે.
પાંચમો ગ્રંથ “પંચ સંગ્રહ છે કે જેની પ્રશસ્તિ મળી છે તે પરથી જણાય છે કે સિધુપતિ (ભોજના પિતા)ના રાજ્યમાં માથુર સંઘના માધવસેનના શિષ્ય અમિતગતિએ આ ગ્રંથ કમ સમિતિઓની પ્રખ્યાપના માટે રચે. એક સ્થલે રચ્યા સંવત ૧૦૭૩ આપેલ છે. ને છઠ્ઠો ગ્રન્થ ભાવના કાત્રિશિકામાં ૩૨ શ્લોક છે. તે ગ્રંથ ઘણી શાન્તિ આપનાર છે. તેની કવિતા બહુ મધુર અને કમળ છે તે સિવાયના બીજા ચાર પુસ્તકે સંબંધી હજી સુધી માહિતી મળી શકી નથી.
સંક્ષેપમાં એમ કહી શકાય કે આચાર્યવર્ય શ્રીમાન અમિત ગતિ સૂરિ મોટા વિદ્વાન તથા કવિ હતા. અને તેમની ગ્રન્થ રચના સરલ અને સુખથી સાધ્ય હોવા છતાં ગંભીર તથા મધુર હતી. સંસ્કૃત ભાષા ઉપર તેમને સારે કાબુ હતો અને શ્રીમાનના પુસ્તક વાંચન સાથે ભર્તુહરિના શતકની સ્મૃતિ એકદમ ઉદભવે છે. તેમજ કેટલાક
કે તો સામાન્ય જન પણ સરલતાથી સમજી શકે તેમ છે અને મધુર અને સરલ ભાષાના લીધે મોઢે કરવા લાયક છે.
ભેગીલાલ અમરતલાલ જવેરી.
બી. એ. એલ. એલ. બી. એડવોકેટ.