________________
સર્જન-વિનાશવાદ
૫૯
સદ્ શી રીતે ઉત્પન્ન થઈ શકે ? શન્ય હજાર એકત્ર કરવાથી એક અંક બન શક્ય નથી. શન્યને સરવાળે શુન્ય જ રહે છે. ગીતામાં કહ્યું છે કે “નારત વિથ માવો નામ વિત્તે સત” અસતમાંથી સત્યભાવ થતો નથી અને સતને અસત્યઅભાવ બનતું નથી. અસતને અવ્યાકૃત બ્રહ્મરૂપ જે લાક્ષણિક અર્થ કરવામાં આવે છે તેને વિચાર પછી કરીશું.
(૨) ત્રીજી અને ચોથી ચાને પરસ્પર વિરોધ આવે છે તે એ કે ત્રીજી ઋચામાં તો કહ્યું કે સભાની પ્રથમ દિશાઓ ઉત્પન્ન થઈ અને પછી વૃક્ષો ઉત્પન્ન થયાં. ચોથી ત્રાચામાં કહ્યું કે ભૂમિએ પ્રથમ વૃક્ષ ઉત્પન્ન કર્યો અને પછી દિશાઓ ઉત્પન્ન કરી.
(૩) ચોથી ચાના ઉત્તરાર્ધમાં બતાવ્યું કે અદિતિએ દક્ષ ઉત્પન્ન કર્યો અને દક્ષે અદિતિ ઉત્પન્ન કરી. એ પણ પરસ્પર વિરૂદ્ધ છે. પાંચમી ઋચામાં જે દક્ષને સંબોધીને કહ્યું કે, હે દક્ષ ! તારી પુત્રી અદિતિએ દેવો પેદા કર્યા. શું આ વિરોધનું સમર્થન નથી? અદિતિને આઠ પુત્ર ગણાવ્યા તેમાં દક્ષનું નામ આવતું નથી એ હિસાબે અદિતિના પિતા દક્ષ ઠરે છે. વાલ્મિકિ રામાયણના અરણ્યકાંડના ૧૪ મા સર્ગમાં પણ દક્ષ પ્રજાપતિની સાઠ પુત્રીઓ પૈકી અદિતિ પણ એક પુત્રી દર્શાવી છે. તે પછી અદિતિએ દક્ષને પેદા કર્યો એનું શું સમજવું? ખુદ સાયણે પણ આ શંકા ભાષ્યમાં ઉઠાવી છે અને યાસ્કનાં વચનથી તેનું સમાધાન કર્યું છે પણ તે સંતોષકારક નથી.
(૪) છઠી ચામાં દેવતાઓને પાણીમાં નાચતા દર્શાવ્યા છે તે પાણી તે હજુ ઉત્પન્ન થયું નથી. જમીન, વૃક્ષ અને દિશાઓની ઉત્પત્તિ તો બતાવી પણ પાણીની સૃષ્ટિ તો બતાવી નથી છતાં પાણુમાં દેવતાઓનું નૃત્ય શી રીતે થયું ?
(૫) સાતમી ઋચામાં અદિતિના આઠ પુત્રોમાં એક પુત્ર સૂર્ય