________________
૩૪૮
સુષ્ટિવાદ અને ઈશ્વર
આવે છે. આવી રીતે માપવાના યંત્રનું નામ બેલેમીટર રાખવામાં આવ્યું છે. એની પ્રથમ શોધ અમેરિકાનિવાસી એસ. પી. બેંગ્લીએ કરી છે. આ યંત્રથી પ્રકાશને ગરમીના રૂપમાં પલટાવવામાં આવે છે. પ્રકાશમાં ચાહે તેટલા રંગ હો પણ તે જે કાળી વસ્તુ ઉપર ફેંકવામાં આવે છે તે કાળો પદાર્થ પ્રકાશના સર્વ રંગેને ખેંચી લે છે અને તેમાં ગરમી પેદા થઈ જાય છે, અર્થાત પ્રકાશ ગરમીના રૂપમાં પરિવર્તન પામી જાય છે. બેમીટર યંત્રમાં પણ કાળી કરેલ પ્લેટિનમ (platinum) ધાતુનું એક ઘણું ન્હાનું પતરું લાગેલ હોય છે, તેના ઉપર પ્રકાશ પડતાં પ્લેટ ગરમ થઈ જાય છે તેથી તાપક્રમની ડિગ્રીને પત્તો લાગી જાય છે. આ પૃથ્વીની ઉપર વધારેમાં વધારે ગરમી વિજળીમાં છે. વિજળીને તાપક્રમ ત્રણ હજાર ડિગ્રી સુધી થાય છે, જ્યારે સૂર્યની સપાટી પાસે બેલોમીટર યંત્રથી તપાસતાં છ હજાર ડિગ્રી તાપક્રમ થાય છે. સૂર્યના કેન્દ્રમાં તે આથી પણ ઘણી વધારે ગરમી હશે. ઉકળતા પાણીમાં ગરમી ૧૦૦ ડિગ્રી હોય છે. એક હજાર ડિગ્રી ગરમીથી સેનું પીગળે છે. તાપક્રમના માપ ઉપરથી સૂર્યમાંથી કેટલા પ્રમાણમાં ગરમી નિકળે છે તેને હિસાબ પણ વૈજ્ઞાનિકે એ મેળવ્યો છે. આ બોમીટર યંત્ર ઉપરથી કયા દેશમાં કઈ ઋતુમાં કેટલી ગરમી કે શરદી છે તેનું ચોક્કસ પરિમાણ બતાવવામાં આવે છે.
આવાં યંત્રોની મદદથી ઇશ્વરવાદીઓની શબ્દમાત્ર કલ્પના વૈજ્ઞાનિકોની પ્રત્યક્ષસિદ્ધ પુરાવાની આગળ જરા પણ ટકી શકતી નથી, એને પાઠકગણ સ્વયં વિચાર કરશે.
(સૌ૦ ૫૦ ૫૦ ૫-સારાંશ.) બોલતાં ચિત્ર અને વિદ્યુચ્છકિત. સીનેમામાં જે ચિત્રો ડાં વર્ષ પહેલાં મૂગાં દેખાતાં હતાં તે આજે બોલતાં દેખાય છે. જેનોગ્રાફમાં અમુક ઠેકાણે અને કાળે બેલા